ઉનાળામાં રોમ રોમમાં ઠંડક ભરતું કાકડીનું શરબત, સરળ છે રેસીપી

Apr 30, 2025, 02:26 PM

કાકડીનું શરબત

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો શરીરને ઠંડુ રાખવા માટે અનેક પીણા અને ઠંડા પદાર્થો ખાતા હોય છે

કાકડીનું શરબત

માર્કેટમાં વિવિધ ફળોના શરબત પણ મળતા હોય જે શરીર માટે હાનિકારક ગણી શકાય.

કાકડીનું શરબત

જોકે, અહીં તમને એક યુનિક શરબત બનાવવાની રીત વિશે જણાવીશું.

કાકડીનું શરબત

આ શરબત ગરમી સામે રક્ષણ તો આપશે અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.

સામગ્રી

કાકડી, લીંબુ, મધ, ફુદીનો, સંચળ, આઈસ ક્યૂબ, તકમરીયા, સાકર

કાકડી શરબત બનાવવાની રીત

સૌથી પહેલા એક કાકડીને સારી રીતે ધોઈને તેના નાના કડકા કરો. ત્યાર બાદ મીક્સર જારમાં નાંખો.

કાકડી શરબત બનાવવાની રીત

હવે તેમાં એક લીંબુ, બે ચમચી મધ, સાકર (જો તમારે નાંખવી હોય તો), ફુદીનાના પાન, સંચળ નાંખી એકદમ રસ બનાવી દો.

કાકડી શરબત બનાવવાની રીત

ત્યારબાદ એક કાચના ગ્લાસમાં પલાળેલા તકમરીયા નાંખો, ઉપર આઈસક્યૂબ નાંખો અને ત્યારબાદ કાકડીનો રસ ઉમેરો

કાકડી શરબત બનાવવાની રીત

આમ તૈયાર થઈ જશે તમારો રિફ્રેશિંગ કાકડીનું શરબત