Sep 19, 2025
ઘણીવાર ઘરમાં વધારે ભાત રાંધેલા હોય છે અને તે વધે છે. આવી સ્થિતિમાં લોકો તેને ફેંકી દેશે.
જોકે આ ભાતમાંથી તમે તેમાંથી સ્વાદિષ્ટ કટલેસ બનાવી શકો છો. સ્વાદિષ્ટ ભાતની કટલેસ બનાવવાની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.
વધેલા ભાત, બાફેલા બટાકા, તેલ, શેકેલો ચણાનો લોટ, હળદર પાવડર, જીરું પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાઉડર, ચાટ મસાલો, આમચૂર મસાલો, મીઠુ , લીલા ધાણા, ડુંગળી, ગાજર, બીન્સ, લીલા મરચાં.
વધેલા ભાતની કટલેસ બનાવવા માટે એક વાસણમાં ભાત લો અને બટાકાને છીણી લો. પછી બંને વસ્તુઓને એકસાથે મિક્સ કરો.
હવે તેમાં છીણેલું ગાજર, બારીક સમારેલા બીન્સ, બારીક સમારેલા લીલા મરચાં, બારીક સમારેલી ડુંગળી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
આ પછી એક કડાઈમાં ચણાનો લોટ લો અને તેને સારી રીતે શેકી લો. ધ્યાનમાં રાખો કે તેને ધીમા તાપે જ શેકવો કારણ કે તેને વધુ તાપ પર શેકવાથી ચણાનો લોટ બળી શકે છે.
ત્યારબાદ શેકેલા ચણાના લોટને ચોખા અને બટાકા સાથે મિક્સ કરો. હવે તેમાં હળદર પાવડર, જીરું પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, મીઠું, ચાટ મસાલો અને આમચૂર મસાલો ઉમેરો.
પછી કોથમીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. સારી રીતે મિક્સ કર્યા પછી, તેને કટલેસનો આકાર આપો. આ પછી હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને પછી તે બધાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તમે તેને તવા પર પણ શેકી શકો છો.
આ રીતે તમારા ટેસ્ટી કટલેસ તૈયાર થઇ જશે. તમે તેને ચટણી કે સોસ સાથે ખાઇ શકો છો.