ઇડલી સાંભર ખાઇ કંટાળ્યા, હવે દહીં ઇડલી ચાટ ટ્રાય કરો

May 16, 2025, 03:42 PM

ઇડલી

ઇડલી પ્રખ્યાત સાઉથ ઈન્ડિયન વાનગી છે. સામાન્ય રીતે ઈડલી સાંભર કે ચટણી સાથે ખાવામાં આવે છે. અહીં ઉનાળા માટે ખાસ રીતે દહીં ઇડલી ચાટ બનાવવાની રેસીપી આપી છે.

દહીં ઇડલી ચાટ બનાવવા માટે સામગ્રી

ઇડલીનું ખીરું, દહીં, ચાટ મસાલો, ઝીણી મોળી સેવ, દાડમના દાણા, શેકાલું જીરું પાઉડર, મીઠું

દહીં ઇડલી ચાટ રેસીપી

દહીં ઇડલી ચાટ બનાવવા માટે તમે ચોખા અને અડદની દાળનું ખીરું ઘરે પણ બનાવી શકો છો. ઉપરાંત બજાર માંથી તૈયાર ખીરાનો પણ ઉપયોગ કરી શકાય છે.

દહીં ઇડલી ચાટ રેસીપી

તમે ઘરે ઇડલી માટે સોજી અને દહીં માંથી પણ ખીરું બનાવી શકાય છે.

દહીં ઇડલી ચાટ રેસીપી

ઇડલી સ્ટીમરમાં ખીરું નાંખીને ઈડલી બનાવો. ઇડલી નરમ અને સોફ્ટ બનાવવા બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકાય છે. ઇડલી બફાય ગયા બાદ એક વાસણમાં કાઢી લો

દહીં ઇડલી ચાટ રેસીપી

એક વાસણમાં દહીંને બરાબર ફેંટી લો, ત્યાર પછી તેમા થોડુંક મીઠું ઉમેરો.

દહીં ઇડલી ચાટ રેસીપી

એક સર્વિગ બાઉલમાં ઇડલી મૂકો, તેના પર ફેંટેલં દહીં રેડો. તેની ઉપર ચાટ મસાલો, શેકલું જીરું પાઉડર છાંટો.

દહીં ઇડલી ચાટ રેસીપી

ત્યાર પછી લીલી અને લાલ ચટણી, દાડમના દાણા અને ઝીણી મોળી સેવ વડે ગાર્નિશ કરી સર્વ કરો.

દહીં ઇડલી ચાટ રેસીપી

તમારી મસાલેદાર, ઠંડી અને સ્વાદિષ્ટ ચાઇનીઝ દહીં ઈડલી ચાટ તૈયાર છે.