Jul 22, 2025
200 ગ્રામ મસ્કો દહીં, 150 ગ્રામ પનીર, 1 ડુંગળી, 1 કેપ્સિકમ, 2 લીલા મરચાં, અને તાજી કોથમીર, 1.5 ચમચી શેકેલો ચણાનો લોટ, 1 ચમચી કિસમિસ,થોડા બ્રેડ ક્રમ્બ્સ
એક મિક્સિંગ બાઉલમાં 200 ગ્રામ મસ્કો દહીં લો. તેમાં 150 ગ્રામ પનીર છીણી લો. પછી તેમાં એક નાનો આદુનો ટુકડો, થોડા લીલા મરચાં, 1 ડુંગળી, 1 કેપ્સિકમ, અને તાજી કોથમીર, બધું જ બારીક સમારીને ઉમેરો.
બાંધવા માટે 1.5 ચમચી શેકેલો ચણાનો લોટ છાંટીને થોડું મીઠું ઉમેરો. તેને ખાટો-મીઠો સ્વાદ આપવા માટે, 1 ચમચી બારીક સમારેલી કિસમિસઉમેરો.
બધું બરાબર મિક્સ કરીને 30 મિનિટ માટે ફ્રિજમાં ઠંડુ કરવા મૂકો, ઠંડુ થયા પછી હાથ પર તેલ લગાવીને નાની ટિક્કી બનાવો.
ત્યારબાદ દરેક કબાબને તાજા બ્રેડ ક્રમ્બ્સમાં રગદોળો જેથી ક્રિસ્પી થાય, મધ્યમ તાપ પર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેલો-ફ્રાય કરો, દહીં કબાબને તીખી કોથમીરની ચટણી સાથે પીરસો.