દહીં સોજી સેન્ડવીચ રેસીપી, વરસાદમાં ચા સાથે મજા પડશે

Jul 11, 2025, 06:20 PM

વરસાદી સિઝન

વરસાદમાં ગરમ ચા સાથે સેન્ડવીચ ખાવાની મજા પડે છે. સેન્ડવીચ મોટાભાગના લોકોને પસંદ પડે છે.

દહીં સોજી સેન્ડવીચ રેસીપી

તમારા માટે એકદમ અલગ દહીં સોજી સેન્ડવિચ રેસીપી લઇને આવ્યા છીએ. તે એટલી સ્વાદિષ્ટ હશે કે તેને વારંવાર ખાવાની માંગણી કરશો. તેની રેસીપી અહીં જાણો.

દહીં સોજી સેન્ડવીચ રેસીપી સામગ્રી

દહીં, બ્રેડ, સોજી, ડુંગળી, કેપ્સિકમ - અડધી બારીક સમારેલી, લીલા ધાણા, લીલી મરચા, ગાજર, કાળા મરીનો પાવડર, મીઠું, બટર કે તેલ

દહીં સોજી સેન્ડવીચ બનાવવાની રીત, સ્ટેપ 1

આ સેન્ડવીચ બનાવવા માટે એક બાઉલમાં દહીં, સોજી, સમારેલી ડુંગળી, સમારેલા કેપ્સિકમ, સમારેલા લીલા મરચા, સમારેલું ગાજર, મીઠું, લીલા ધાણા અને થોડા કાળા મરી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ 2

બ્રેડને બે ખૂણાની વચ્ચેથી કાપીને ત્રિકોણાકાર બનાવી લો. ત્યારબાદ બ્રેડનો એક ટુકડો લો. તેને તૈયાર કરેલા દહીંના મિશ્રણમાં બંને બાજુએથી સારી રીતે લગાવો. તમારે આ જ રીતે બધી બ્રેડ તૈયાર કરવી પડશે.

સ્ટેપ 3

ત્યારબાદ ગેસ પર મધ્યમ આંચ પર તવો મૂકો અને ગરમ થવા દો. તેમાં થોડું તેલ અથવા બટર ઉમેરો. આ પછી દહીંના મિશ્રણ સાથે બ્રેડનો ટુકડો મુકો.

દહીં સોજી સેન્ડવીચ તૈયાર

બંને બાજુએ તેને પલટાવો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. તમારી દહીં સોજી સેન્ડવીચ તૈયાર છે.

સર્વ કરો

દહીં સોજી સેન્ડવીચને ચટણી કે સોસ કે ચા સાથે સર્વ કરો.