વરસાદની સિઝન હવે શરૂઆત થઇ રહી છે. આવા વાતાવરણમાં ગોટા,ભજીયા,દાળવડા ખાવાની મજા આવે છે.
ડાકોરના ગોટા ઘણા પ્રખ્યાત છે. આવા જ ગોટા તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં આ રેસીપી જણાવી રહ્યા છીએ.
ચણાનો ઝીણો લોટ, ચણાનો કરકરો લોટ, ઘઉંનો કરકરો લોટ, દહીં, લીલા મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ, તેલ, લાલ મરચું પાઉડર, મીઠું, મરી પાઉડર, હીંગ.
ડાકોરના ગોટાની ખાસિયત તીખાશ અને કરકરાપણું છે. આ ગોટા કરકરા હોય છે.
ડાકોરના કરકરા ગોટા બનાવવા માટે સૌપ્રથમ ઘઉંના કરકરા લોટને બે ચમચી તેલથી મોઇ લો. આ પછી ચણાના ઝીણા અને કરકરા લોટ સાથે મિક્સ કરો.
ચણા અને ઘઉંના મિક્સ કરેલા લોટમાં આદુની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, દહીં અને પાણી ઉમેરી ગોટાનું ખીરું તૈયાર કરો. ગોટાના આ ખીરુંને 10-15 મિનિટ માટે મુકી રાખો.
આ ખીરામાં વાટેલા અધકચરા મરી, લીલા ધાણા, લાલ મરચું પાઉડર, મીઠું અને ચપટી સોડા નાખી બે ચમચી ગરમ તેલ ઉમેરી બરોબર ફીણી મધ્યમ આંચ પર ગોટા તળી લો.
ગોટા મીડિયમ આંચ પર ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લો. આ સાથે જ તમારા ટેસ્ટી ગોટા તૈયાર થઇ જશે.
ગરમાગરમ ગોટાને દહીં, ચટણી કે કઢી સાથે સર્વ કરી શકો છો.