May 22, 2025
ડાકોરના ગોટા એટલે કે ભજીયા પ્રખ્યાત છે. આ ગોટા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે.
ડાકોરના ગોટાની ખાસ વાત એ છે કે આ દૂધનો ઉપયોગ કરીને બને છે અને દહીં સાથે ખવાય છે.
અહીં ડાકોરના ગોટા બનાવવાની સિક્રેટ રેસીપી વિશે જાણીશું. તો ફટાફટ નોંધીલો રેસીપી
ચણાની દાળ, કાળામરી, તજ, જીરું, દૂધ,લવિંગ, તલ, વરિયાળી, લાલ સૂકા મરચા, તમાલ પત્ર, કસુરી મેથી, લીલી મેથી, લીલા મરચા, આદુ, મીઠું, ખાંડ, લીંબુ, લાલ મરચું પાઉડર.
ડાકોરના ગોટા બનાવવા માટે સૌથી પહેલા ત્રણ કપ ચણાની દાળને દરદરી પીશી લઈને પાઉડર બનાવીશું.
એક પેનમાં કાળામરી, તજ, જીરું, લવિંગ, તલ, વરિયાળી, લાલ સૂકા મરચા, તમાલ પત્રને સેકીને ઠંડા થયા બાદ દરદરો પાઉડર તૈયાર કરીશું. અહીં એકદમ ફાઈન પાઉડર બનાવવાનો નથી.
એક બાઉલમાં તૈયાર કરેલું બેશન, ગરમ મસાલો લઈને તેમાં આખા કાળા મરી, કસુરી મેતી, લીલી મેથી, આદુ પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ ઉમેરો.
ત્યાર બાદ એક ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, એક ચમચી લીંબુનો રસ ઉમેરીને મીક્સ કરીશું. ત્યારબાદ લાલ મરચું પાઉડર ઉમેરીને સારી રીતે મીક્સ કરીશું.
હવે ધીમે ધીમે દૂધ ઉમેરીને મીક્સ કરતા રહીશું. ખીરાને એકમદ ઢીલું કરવાનું નથી. ઘટ ખીરું તૈયાર થાય ત્યારે તેમાં એક ચમચી એકદમ ગરમ તેલ ઉમેરીને મીકસ કરીશું આમ ખીરું તૈયાર થશે.
એક કઢાઈમાં તેલને ગરમ કરીશું અને ગરમા ગરમ તેલમાં તૈયાર કરેલા ખીરામાંથી ગોટા પાડીશું અને એકદમ ગોલ્ડન ન થયા ત્યાં સુધી તળીશું. આમ તૈયાર થઈ જશે. ડાકોરના પ્રખ્યાત ગોટા.
ચણા દાળને દરદરી પીસવી, ગરમ મસાલો પણ દરદરો રાખવો, ખીરું બનાવવા માટે પાણી નહીં પરંતુ દૂધનો ઉપયોગ કરવો, ખીરામાં છેલ્લે ગરમા ગરમ તેલી ઉમેરવું.