Dal Dhokli Recipe : વરસાદી મોસમમાં કોઈ પણ શાકભાજી વગર આ ટેસ્ટી રેસીપી ઘરે બનાવો, ઝડપટ બની જશે તમારી દાળ ઢોકળી

Jul 03, 2024, 03:57 PM

મોટાભાગની ગૃહીણોને જમવામાં શું બનાવવું તે ચિંતા હોય છે, અને વરસાદી મોસમ કોઈ શાકભાજી વગર તમે ઘરે આ ટેસ્ટી દાળ ઢોકળી ટ્રાય કરી શકો છો. જાણો દાળ ઢોકળી રેસીપી

સામગ્રી

250 ગ્રામ તુવેર દાળ, 2-3 ચમચી આંબલીનો રસ, 1/2 ચમચી ગોળ, 7-8 મીઠા લીમડાના પાન, 1 ચમચી રાઈ, 1 સમારેલ ટામેટું, 3-4 લીલા મરચા અને આદુની પેસ્ટ, 1/2 ચમચી આખું જીરું, 1 ચમચી હિંગ, 10-12 સીંગદાણા, 1 ચમચી હળદર પાઉડર, ચપટી મેથીના દાણા, 3-4 લવિંગ,સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી તેલ,

ઢોકળી બનાવવા માટે

એક મોટા પાત્રમાં ઘઉંનો લોટ, સહેજ મીઠું અને અજમો નાખો, જરૂર મુજબ પાણી નાખી કણક તૈયાર કરો.

મેથડ

સૌ પ્રથમ તુવેર દાળને ધોઈને એક પ્રેશર કુકરમાં ગેસ ચાલુ કરી બાફી લો. બાફવામાં તમે મીઠું, સીંગદાણા, હળદર પાઉડર, સહેજ તેલ અને સમારેલ ટામેટા નાખો.

દાળ ઢોકળી રેસીપી

દાળને 5-6 થી સીટી સુધી પ્રેશર કુક થવા દો, હવે એક પેનમાં તેલ ગરમ કરો, તેમાં વઘાર માટે રાઈ, જીરું , મેથીના દાણા અને લવિંગ નાખો, બંનેને તતડવા દો. ત્યારબાદ તેમાં હિંગ, સહેજ હળદર પાઉડર, આદુ મરચાની પેસ્ટ નાખો.

દાળ ઢોકળી રેસીપી

હવે તે મિશ્રણને સારી રીતે મિક્ષ કરો, તેમાં મીઠા લીમડો, આંબલીનો રસ નાખો, ત્યારબાદ તેમાં બાફેલી દાળ ઉમેરો, ફરી પ્રોપર મિક્ષ કરો.

દાળ ઢોકળી રેસીપી :

તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને હલાવતા રહો, હવે તેમાં ગોળ નાખો અને કોથમીર નાખો, પછી થોડી વાર માટે ધીમી આંચે થવા દો. જેથી દાળમાં બધા મસાલા સારી રીતે મિક્ષ થઇ જાય.

દાળ ઢોકળી રેસીપી

ઢોકળી માટે તમે તૈયાર કણક માંથી મોટી રોટલી બનાવો, તેને નાના શેપ(સક્કરપારા) માં કટ કરો અને ઢોકળી તૈયાર કરો. તેને તૈયાર વઘારેલી દાળમાં સાથે મિક્ષ કરી દો અને 7-8 મિનિટ માટે ફરી ઢાંકણ ઢાંકીને કુક કરો.

દાળ ઢોકળી સર્વિંગ

તે સારી રીતે કુક થઇ જાય અને ઢોકળી દાળમાં ઓગળી જાય એવી થઇ જાય બાદ તેને ગેસ પરથી ઉતારી લો, ડીશમાં કાઢીને ઘી નાખી ગરમાગરમ સર્વ કરો

Dudhi na Muthiya Recipe : પૌષ્ટિક અને સ્વાદિષ્ટ દુધીના મુઠિયા ખાસ રેસીપી, સ્વાદ રહી જશે દાઢે