Sep 16, 2025
દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જે મોટાભાગે દરેક ઘરોમાં બને છે.
દરેક ઘરમાં દાળ ઢોકળી બનાવવાની રીત અલગ અલગ હોય છે. અમે અહીં દાળ ઢોકળીની રેસીપી જણાવી રહ્યા છે. જે એકદમ ચટાકેદાર ટેસ્ટ આપશે.
તુવેરની દાળ, સીંગદાણા, ઘઉંનો લોટ, બેસન, લાલ મરચું પાઉડર, અજમો, મીઠું, ધાણજીરૂ પાઉડર, ગોળ, હળદર, ટામેટું, તેલ, પાણી, સુકી મેથી, રાઈ, જીરું, મીઠો લીમડો, હિંગ, કોથમીર, લીંબુનો રસ.
સૌ પ્રથમ તુવેરની દાળને પાણીથી ધોઈ 30 મિનિટ માટે પલાળી રાખો. આ પછી સ્ટીલ અથવા એલ્યુમિનિયમના પ્રેશર કૂકરમાં પાણી અને મીઠાની સાથે નાખો. 3 સીટી વાગે ત્યાં સુધી મધ્યમ આંચ પર દાળને બાફો.
બાફેલી દાળને એક મોટા બાઉલમાં કાઢો અથવા ફરી કૂકરમાં જ બ્લેન્ડરની મદદથી પીસી લો. તેમાં 2 કપ પાણી નાખીને 5-10 સેકંડ માટે દાળને ફરીથી પીસી લો.
એક મોટી કડાઈમાં થોડું તેલ ગરમ કરીને તેમાં રાઈ નાખો. જ્યારે રાઈ ફૂટવા લાગે ત્યારે તેમાં જીરું, હીંગ, લાલ મરચું પાઉડર અને લીમડાના પાન, હળદર નાખીને બરાબર મિક્સ કરો.
તેમાં પીસેલી દાળ, 1 કપ પાણી, મગફળી, લીંબુનો રસ, ગોળ અને મીઠું નાખીને મધ્યમ આંચ પર ઉકળવા દો. જ્યારે મિશ્રણ ઉકળવા લાગે ત્યારે આંચને ધીમી કરી દો અને 5-7 મિનિટ માટે ઉકાળો.
બીજી તરફ ઢોકળી માટે લોટ બાંધવા ઘઉંનો લોટ, બેસન, અજમો, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, તેલ અને મીઠું લો.
તેમાં થોડી-થોડી માત્રામાં પાણી નાખીને પરોઠાના લોટ જેવો મુલાયમ લોટ બાંધી લો. તેને એક કપડાંથી ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો. લોટમાંથી રોટલી વણી તેનાં કાપા પાડી દાળમાં ઉમેરી લો.
હવે દાળ ઢોકળી બીજા બાઉલમાં કાઢી, બીજો વઘાર કરી, લીંબુનો રસ ઉમેરીને હલાવી લો. તેની ઉપર ધાણા સર્વ કરો. તમે તેને ભાત સાથે પણ ખાઇ શકો છો.