Nov 05, 2025

દાલ ફ્રાય રેસીપી, ઘરે પણ ઢાબા જેવી સ્વાદીષ્ટ બનશે

Ashish Goyal

દાલ ફ્રાય

ઢાબામાં તમે જીરા રાઈસ અને દાલ ફ્રાય અવશ્ય ખાધા હશે. તે એકદમ ટેસ્ટી લાગે છે અને મજા આવી જાય છે.

Source: social-media

દાલ ફ્રાય રેસીપી

આવા જ ઢાબા જેવી ટેસ્ટી દાલ ફ્રાય તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં દાલ ફ્રાયની રેસીપી જણાવી રહ્યા છીએ.

Source: social-media

દાલ ફ્રાય સામગ્રી

તુવેર દાળ, ચણાની દાળ, મગની દાળ, મસૂર દાળ, ઘી, લવિંગ, તજ, જીરું, લાલ મરચાં, ગરમ મસાલા પાઉડર, હળદર, લાલ મરચું પાઉડર, પાણી, ટામેટું, ડુંગળી, લસણની કળી, પીસેલું આદું, બારીક સમારેલા લીલા મરચા, ધાણાજીરું, લીંબુનો રસ, મીઠું, લીલા ધાણા.

Source: social-media

દાલ ફ્રાય બનાવવાની રીત, સ્ટેપ 1

સૌ પહેલા બધી દાળને મિક્સ કરીને બરાબર પાણીથી ધોઈ લો અને 10 મિનિટ માટે પાણીમાં પલાળી દો. વધારાનું પાણી કાઢીને દાળના મિશ્રણને પ્રેશર કૂકરમાં મુકો.

Source: social-media

સ્ટેપ 2

તેમાં મીઠું અને પાણી નાખીને કૂકરનું ઢાંકણ બંધ કરી દો બાફવા માટે મૂકો. 3 સીટી વાગે ત્યાં સુધી પકાવો. દાળને મસળવાની કે પીસવાની જરૂર નથી.

Source: social-media

સ્ટેપ 3

હવે વઘાર માટે એક કડાઈમાં મધ્યમ આંચ પર ઘી ગરમ કરો. તેમાં જીરું, સૂકા લાલ મરચાં, તજ અને લવિંગ નાખો. જ્યારે જીરું ગોલ્ડન થવા લાગે ત્યારે તેમાં ડુંગળી નાખીને ચમચાથી હલાવીને તેને હલકી બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો.

Source: social-media

સ્ટેપ 4

આ પછી તેમાં પીસેલું આદું, લસણ અને બારીક સમારેલા લીલા મરચાં નાખીને સાંતળો. તેમાં બારીક સમારેલું ટામેટું અને મીઠું નાખીને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી ટામેટું નરમ ન પડી જાય.

Source: social-media

સ્ટેપ 5

તેમાં ગરમ મસાલા પાઉડર, ધાણાજીરું, લાલ મરચું પાઉડર અને હળદર નાખીને બરાબર મિક્સ કરો. તેમાં બાફેલી દાળ નાખીને એક મિનિટ માટે ઉકાળો.

Source: social-media

દાલ ફ્રાય તૈયાર

તેમાં લીંબુનો રસ અને પાણી નાખીને મધ્યમ આંચ પર 5 મિનિટ માટે પકાવો. વચ્ચે-વચ્ચે ચમચાથી હલાવતા રહો. ગેસને બંધ કરીને દાળને સર્વિંગ બાઉલમાં કાઢો અને બારીક સમારેલા લીલા ધાણાથી સજાવીને પીરસો.

Source: social-media

Source: social-media