દાલ પકવાન મૂળ સિંધી કોમ્યુનિટીનો સવારનો નાસ્તો ગણવામાં આવે છે. પરંતુ દાલ પકવાન દરેક લોકોના દાઢે વળગ્યા છે.
કોઈપણ ઋતુમાં ખાઈ શકાય એવા દાલ પકવાન ઘરે પણ સરળતાથી બની શકે છે. આ રેસીપી નોંધીલો. દાલ પકવાન જોરદાર બનશે.
1 કલ પલાળેલી ચણાની દાળ (દાળને ધોઈને 1 કલાક પલાળી રાખો), મીઠું સ્વાદ અનુસાર અને હળદર પાઉડર, 203 સમારેલા લીલા મરચા, 1 ચમચી લાલ મરચાનો પાઉડર, 1/2 ચમચી ચાટ મસાલા, 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી જીરું અને 1 ચમચી હિંગ
1 કપ મેંદો, 2 કપ ઘઉંનો લોટ, 1/2 ચમચી જીરું, સ્વાદ અનુસાર મીઠું અને ચપટી ખાવાનો સોડા
એક પ્રેશર કૂકર લો, તેમાં પલાળેલી ચણાની દાળ ઉમેરો. એમાં પાણી, મીઠું, હળદર પાઉડર અને સમારેલા લીલા મરચાં ઉમેરો.
દાળની એક સીટી થવા દો અને 10 મિનિટ પછી થઈ જાય એટલે એક તપેલીમાં ટ્રાન્સફર કરો.
દાળને એક તપેલીમાં ફેરવો, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો, ગરમ મસાલો નાંખીને થોડી વાર માટે ઉકળવા દો.
હવે વઘાર તૈયાર કરો, વઘારમાં તેલ, જીરું અને હિંગ ઉમેરો એટલે તમારી દાળ સર્વ કરવા માટૈ તૈયાર છે.
એક બાઉલ લો, તેમાં મેંદો, ઘઉંનો લોટ, મીઠું સ્વાદ અનુસાર, ચપટી ખાવાનો સોડા, જીરું, તેલ અને જરૂર મુજબ પાણી ઉમેરો. હવે બધું મીક્ષ કરીને કણક તૈયાર કરો. કણકમાંથી રોટલી બનાવો.
કાંટા વાળી ચમચીનો ઉપયોગ કરીને તેમાં છીદ્રો બનાવો. તેને પ્રી હીટેડ તેલમાં ગોલ્ડ બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તમારા પકવા તૈયાર. હવે દાળ પકવાનને થોડી ચટણી અને ડુંગળી સાથે ગરમાગરમ સર્વ કરો.