1 કપ પલાળેલી ચણાની દાળ (દાળને ધોઈને 1 કલાક પલાળી રાખો), મીઠું સ્વાદ અનુસાર અને હળદર પાઉડર, 2-3 સમારેલા લીલા મરચા, 1 ચમચી લાલ મરચાનો પાવડર, 1/2 ચમચી ચાટ મસાલા, 1/2 ચમચી ગરમ મસાલો,1/2 ચમચી જીરું અને 1 ચમચી હિંગ
1 કપ મેંદો, 2 કપ ઘઉંનો લોટ, 1/2 ચમચી જીરું, સ્વાદ અનુસાર મીઠું અને ચપટી ખાવાનો સોડા
એક પ્રેશર કૂકર લો, તેમાં પલાળેલી ચણાની દાળ ઉમેરો. એમાં પાણી, મીઠું, હળદર પાઉડર અને સમારેલા લીલા મરચાં ઉમેરો.
દાળની 1 સીટી થવા દો અને 10 મિનિટ પછી થાય થઇ જાય એટલે એક તપેલીમાં ટ્રાન્સફર કરો.
દાળને એક તપેલીમાં ફેરવો, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો નાખીને થોડી વાર માટે ઉકળવા દો.
દાળને એક તપેલીમાં ફેરવો, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો નાખીને થોડી વાર માટે ઉકળવા દો. હવે વઘાર તૈયાર કરો, વઘારમાં તેલ, જીરું અને હિંગ ઉમેરો એટલે તમારી દાળ સર્વ કરવા માટે તૈયાર છે.
એક બાઉલ લો, તેમાં મેંદો, ઘઉંનો લોટ, મીઠું સ્વાદ અનુસાર, ચપટી ખાવાનો સોડા, જીરું, તેલ અને જરૂર મુજબ પાણી ઉમેરો.
હવે બધું મિક્ષ કરીને કણક તૈયાર કરો. કણકમાંથી રોટલીમાં બનાવો. કાંટા વાળી ચમચીનો ઉપયોગ કરીને તેમાં છિદ્રો બનાવો. તેને પ્રી-હીટેડ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તમારા પકવાન તૈયાર છે, હવે દાળ પકવાનને થોડી ચટણી અને ડુંગળી સાથે ગરમાગરમ સર્વ કરો.