Dal Palak Recipe : ડિનરમાં બનાવો પૌષ્ટિક દાળ પાલક, ટેસ્ટ સાથે હેલ્થ માટે પણ બેસ્ટ

Jul 09, 2024, 12:42 PM

દરરોજ જમવામાં શું બનાવું એ પ્રશ્ન બધી ગૃહિણીઓનો સામાન્ય રીતે હોય છે, જો તમે તમારા પરિવારને ચોમાસામાં ટેસ્ટ સાથે હેલ્ધી ડીશ પણ આપવામાં માંગો છો તો ઘરે બનાવો ટેસ્ટી દાળ પાલક, જાણો રેસીપી

દાળ બાફવા માટે સામગ્રી

1/2 કપ તુવેર દાળ, 1/2 કપ મસૂર + મગની દાળ, 1 ચમચી ઘી, ચપટી હિંગ, સ્વાદ અનુસાર મીઠું, 1/2 હળદર પાવડર, જરૂર મુજબ પાણી

વઘાર માટે

2 ચમચી ઘી, 1 ચમચી તેલ, 1 ચમચી જીરું, 1/2 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ, 1 મોટી ડુંગળી, 1 મોટું ટામેટા, 2 કપ બાફેલું પાલક, 1 ચમચી લાલ મરચું પાવડર,1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા પાવડર,સ્વાદ મુજબ મીઠું, બાફેલી દાળ અને જરૂર મુજબ પાણી

તડકા માટે સામગ્રી

2 ચમચી ઘી, 1 સૂકું મરચું, 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર

મેથડ

સૌ પ્રથમ એક પ્રેશર કુકરમાં તુવેર દાળ, લો, મસૂર + મગની દાળ, ઘી, ચપટી હિંગ, સ્વાદ અનુસાર મીઠું તેમાં હળદર પાવડર અને જરૂર મુજબ પાણી ઉમેરી 3-4 સીટી થવા દો.

દાળ પાલક રેસીપી

હવે એક પેનમાં ઘી ગરમ કરો, થોડું તેલ નાખો, ગરમ થાય એટલે જીરું, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, સમારેલ ડુંગળી, સમારેલ ટામેટું, બાફેલું પાલક, નાખો અને સારી રીતે મિક્ષ કરી ધીમી આંચે કુક થવા દો.

દાળ પાલક રેસીપી

હવે બેઝિક મસાલામાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર,સ્વાદ મુજબ મીઠું,બાફેલી દાળ અને જરૂર મુજબ પાણીને થોડી વાર માટે કુક થવા દો.

દાળ પાલક રેસીપી

ઘી, સૂકું મરચું, લસણની પેસ્ટ અને કાશ્મીરી લાલ મરચું પાવડર નાખો, હવે આ વઘાર દાળ પાલક પર નાખો અને પ્રોપર મિક્સ કરો અને ગરમ ગરમ સર્વ કરો.

Beetroot Chilla Recipe : સવારે નાસ્તમાં બનાવો બીટરૂટમાંથી અલગ હેલ્ધી બીટરૂટ ચિલ્લા,ખુબજ ટેસ્ટી બનશે