Dal Vada Recipe : વરસાદી મોસમમાં ગરમા ગરમ ક્રન્ચી દાળવડાની મજા માણો, જાણો ખાસ રેસીપી

Jun 29, 2024, 02:12 PM

વરસાદી મોસમમાં ભજીયા ન ખાધા કાંઈ ન ખાધું! એમાં દાળમાંથી બનતા દાળવડા હોઈ તો બીજું કાંઈ ન જોઈએ, તેથી અહીં સ્પેશિયલ મસૂર દાળ વડા રેસીપી શેર કરી છે, જે બાળકો હોય કે મોટા, દરેકને ભાવશે.

સામગ્રી :

1 કપ મસૂર દાળ,2 લીલા મરચા, 1/2 ચમચી કાળા મરી, 1 સમારેલી ડુંગળી, 4 ચમચી સરસવનું તેલ, 4 લસણ, 1 ઇંચ આદુ, 1 ટીસ્પૂન જીરું પાવડર, જરૂરિયાત મુજબ મીઠું, કોથમીર

મસૂર દાળ વડા રેસીપી

દાળને 3-4 વાર ધોઈને એક વાસણમાં પાણીમાં પલાળી દો. તેને લગભગ એક કલાક સુધી પલાળી દો.

મસૂર દાળ વડા રેસીપી

પાણી નીતારી લો અને દાળને બ્લેન્ડરમાં અધકચરું ક્રશ કરી લો. તેમાં લસણની કળી, આદુ, લીલું મરચું અને થોડું પાણી ઉમેરો.

મસૂર દાળ વડા રેસીપી

હવે ડુંગળીને પાતળા અને લાંબા સ્લાઈસમાં કાપો. મસૂરની પેસ્ટને એક બાઉલમાં કાઢી લો. તેમાં મીઠું, કાળા મરી પાવડર, જીરું પાવડર, સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

મસૂર દાળ વડા રેસીપી

દાળ વડાને ફ્રાય કરો, એક નોન-સ્ટીક પેનમાં સરસવનું તેલ ગરમ કરો. હવે દાળના મિશ્રણને ચમચી વડે બહાર કાઢીને કડાઈમાં મૂકો. બધા વડાઓને બંને બાજુથી હલકા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.

મસૂર દાળ વડા રેસીપી

સર્વિંગ : તમારા સ્વાદિષ્ટ મસૂર દાળ વડા હવે સર્વ કરવા માટે તૈયાર છે. વરસાદી મોસમમાં ગરમ ગરમ દાળવડાની મજા માણો.

વિકેન્ડમાં ઘરે બનાવો છોલે ભટુરે, ટેસ્ટ બજાર કરતા પણ બેસ્ટ

છોલે ભટુરે નાના થી લઇ મોટા વ્યક્તિની મનપસંદ વાનગી છે. વિકેન્ડ હોય કે કોઇ તહેવાર છોલે ભટુરે ખાવાની મજા પડે છે.