Aug 09, 2025

રક્ષાબંધન માટે ખાસ ખજૂર કેક રેસીપી, સુગર પણ નહિ વધે !

Shivani Chauhan

રક્ષાબંધન આ વખતે 9 ઓગસ્ટ છે. આ તહેવાર મીઠાઈ વગર અધૂરો છે, નરમ અને સ્વાદિષ્ટ ખજૂર કેક એક ક્લાસિક ટ્રીટ છે જે ખજૂરની કુદરતી મીઠાશને સોફ્ટ કેક સાથે છે

Source: canva

ખજૂર કેક બનાવવામાં સરળ અને અત્યંત સંતોષકારક છે, તમે રક્ષાબંધન પર ભાઈ માટે ખજૂર કેક બનાવી શકો છો.

Source: canva

ડાયાબિટીસ માટે આહાર

આ ખજૂર કેક ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકે છે કારણ કે એમાં એ મેંદા અને ખાંડ વગર બનાવામાં આવી છે, જાણો ખજૂર કેક રેસીપી

Source: freepik

હેલ્ધી કેક રેસીપી સામગ્રી

1 કપ સમારેલી ખજૂર, 1 કપ ઉકળતું પાણી, 1 ચમચી ખાવાનો સોડા, 1/2 કપ મીઠું, 3/4 કપ બ્રાઉન સુગર, 2 મોટા કેળા , 1 ચમચી વેનીલા અર્ક, 2 કપ ઘઉંનો લોટ, 1 ચમચી બેકિંગ પાવડર, 1/2 ચમચી તજ

Source: social-media

હેલ્ધી કેક રેસીપી

સૌ પ્રથમ સમારેલી ખજૂરને એક બાઉલમાં મૂકો, તેના પર ઉકળતું પાણી રેડો અને ખાવાનો સોડા ઉમેરો. હલાવો અને 10-15 મિનિટ માટે રહેવા દો.

Source: freepik

હેલ્ધી કેક રેસીપી

આનાથી ખજૂર નરમ થઈ જશે અને તે હળવા ક્રશ થઈ જશે. એક મોટા બાઉલમાં ઘી અને બ્રાઉન સુગરને હળવા થાય ત્યાં સુધી મિક્ષ કરો.

Source: social-media

હેલ્ધી કેક રેસીપી

એક પછી એક કેળા ઉમેરો અને દરેક વખતે સારી રીતે મિક્સ કરો, એક અલગ બાઉલમાં લોટ, બેકિંગ પાવડર, મીઠું ભેગું કરો.

Source: freepik

હેલ્ધી કેક રેસીપી

ધીમે ધીમે બધી સામગ્રીને બેટર મિશ્રણમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. બેટરમાં નરમ ખજૂરનું મિશ્રણ મિક્સ કરો.

Source: freepik

હેલ્ધી કેક રેસીપી

તૈયાર કરેલા બેટરને પેનમાં બેટર રેડો, 45 મિનિટ સુધી કુકરમાં બનાવો, ચેક કરો થઇ જાય એટલે ઠંડી થવા દઈને સર્વ કરો.

Source: freepik

Raksha Bandhan 2025 Sweets | રક્ષાબંધન પર બનાવો ક્યારેય ન ખાધો હોય એવો ટેસ્ટી સફરજન હલવો, જાણો રેસીપી

Source: social-media