Monsoon Special : ચોમાસામાં ડેન્ગ્યુના કેસોમાં વધારો, સુરક્ષિત રહેવા શું પગલા લેવા

Jul 31, 2024, 11:34 AM

ડેન્ગ્યુ તાવ ડેન્ગ્યુ વાયરસથી થાય છે અને ચેપગ્રસ્ત એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુ તાવના લક્ષણોમાં માથાનો દુખાવો, સાંધાનો દુખાવો, ભૂખ ન લાગવી, ઉબકા, ઉલટી અને ત્વચા પર ફોલ્લીઓ થાય છે.

ડેન્ગ્યુ તાવ માટે કોઈ ચોક્કસ સારવાર નથી, પરંતુ પૂરતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન અને બેડ રેસ્ટ મહત્વપૂર્ણ છે. ડેન્ગ્યુથી બચવા માટે સાવચેતીના પગલાં લેવા જરૂરી છે.

સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ

ડેન્ગ્યુના તાવથી બચવા માટે સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, રાત્રે સૂતી વખતે તમે મચ્છરદાનીનો ઉપયોગ કરો, જેથી મચ્છર કરડવાથી બચી શકાય.

હાથ અને પગને ઢાંકવા લાંબી બાંયના કપડાં પહેરો

વરસાદમાં કાદવ કીચડ અને ભીની ખુલ્લી જગ્યામાં પાણી ભરવાથી મચ્છરનો ઉપદ્વવ વધે છે તેથી ચોમાસા દરમિયાન હાથ પગને ઢાંકવા માટે લાંબી બાંયના કપડાં પહેરો.

તમારા ઘરની અંદર અને બહાર મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે પાણી ભરાવવા ન દો અને ચોખ્ખુ રાખો. જ્યાં મચ્છરોનો ઉપદ્રવ વધુ હોઈ એવા વિસ્તારોમાં જવાનું ટાળો.

રસીકરણ

ડેન્ગ્યુની રસી વિકસાવવામાં આવી છે અને તે કેટલાક દેશોમાં તૈનાત કરવામાં આવી રહી છે, જે ગંભીર રોગના ભારણને ઘટાડવાની આશા જગાડે છે.