શું એરોસોલ ડિઓડોરન્ટ્સ વ્યક્તિને મોતના મુખ સધી લઇ જઈ શકે?? જાણો અહીં

Feb 03, 2023

shivani chauhan

સ્કિનકેર અને ગ્રૂમિંગ પ્રોડક્ટ્સનું આજની જનરેશનમાં વપરાશ વધ્યો છે. વેલનેસ ઇન્ડસ્ટ્રી ઝડપથી વિકસી રહી છે.સારી ત્વચા માટે ક્રિમ અને સીરમથી લઈને ડિઓડોરન્ટ્સ અને પરફ્યુમ સુધીની સ્મેલ માટે, દરેક માટે યુનિક પ્રોડક્ટસ બજારમાં ઉપલબ્ધ છે.

 જો કે, તેમના ઉપયોગ અને ફાયદાઓ હોવા છતાં, આમાંની ઘણી પ્રોડક્ટસ કેમિકલ બૅઝડ છે અને તેમાં ઝેરી ઘટકો હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

તાજેતરમાં, BBC.com. જણાવ્યા અનુસાર, એરોસોલ ડિઓડોરન્ટ શ્વાસમાં લેવાથી 14 વર્ષની છોકરીનું મૃત્યુ થયું હોવાનું કહેવાય છે. હવે, ઓટીઝમથી પીડિત મૃત છોકરીના માતા-પિતા રિસ્ક વિશે લોકોને ચેતવણી આપવા માટે સ્પષ્ટ ઉત્પાદન લેબલીંગ ઇચ્છે છે. યુનાઇટેડ કિંગડમના ડર્બીની છોકરી, તેના બેડરૂમમાં ડિઓડોરન્ટ સ્પે કર્યા પછી કાર્ડિયાક અરેસ્ટનો ભોગ બની હતી.

રિપોર્ટ મુજબ, મૃત્યુનું તબીબી કારણ "અનિશ્ચિત પરંતુ એરોસોલના ઇન્હેલેશન સાથે સુસંગત" હતું. જ્યારે તેણીના પિતાએ કહ્યું કે તેના ધાબળા પર ડિઓડોરન્ટ સ્પ્રે કર્યું હતું કારણ કે તેને તેની સ્મેલ ગમતી હતી, ડેથ સર્ટિફિકેટ "ડિઓડોરન્ટ" ને બદલે "એરોસોલના ઇન્હેલેશન" નો ઉલ્લેખ કરે છે.

ડિઓડરન્ટ ચોક્કસ માત્રા સ્પષ્ટ નથી પરંતુ તે તમે સામાન્ય રીતે સ્પ્રે કરો છો તેના કરતા વધુ હશે. અમુક સમયે તેનું હૃદય શ્વાસ લેવાના પરિણામે બંધ થઈ ગયું હતું.

શું એરોસોલ ડિઓડોરન્ટ્સ વ્યક્તિને મોતના મુખ સધી લઇ જઈ શકે??એમ એસ હેમા સોજન્યા, ત્વચારોગ વિજ્ઞાની, મણિપાલ હોસ્પિટલ, વિજયવાડાએ જણાવ્યું હતું કે, "ના, જો તમે તમારા ડિઓડોરન્ટનો ઓછી માત્રા મુજબ ઉપયોગ કરશો તો તમે મૃત્યુ પામશો નહીં. જ્યાં સુધી તમે તેનો ઉપયોગ હોવો જોઈએ તેના કરતાં વધુ ન કરો ત્યાં સુધી કઈ થતું નથી.

એન્ટીપરસ્પિરન્ટ્સ અને ડિઓડોરન્ટ્સમાં વધારે સ્પેર રહેલા કેમિકલ પેટ અને આંતરડાને બળતરા કરી શકે છે, ઉલટી અથવા હળવા ઝાડાનું પણ કારણ બની શકે છે. આ ઉપરાંત, ખાંસી અને અન્ય શ્વસન લક્ષણોનું પણ કારણ બની શકે છે.

ફોર્ટિસ હોસ્પિટલ્સ, ફરીદાબાદના પલ્મોનોલોજીના ડિરેક્ટર અને હેડ ડૉ. રવિ શેખર ઝા સંમત થયા અને કહ્યું કે ડિઓડરન્ટ સામાન્ય રીતે નુકસાનકારક નથી. પરંતુ તે અમુક પરિસ્થિતિમાં હાનિકારક સાબિત શકે છે.

જો કોઈને અસ્થમા છે, તો ડિઓડોરન્ટ્સની તીવ્ર સ્મેલ અચાનક અસ્થમાના એટેકને ટ્રીગર કરે છે, જે જીવન માટે જોખમી બની શકે છે.કેટલીકવાર, ડિઓડોરન્ટનું પ્રિઝર્વેટિવ વાહક ધોરણો પ્રમાણે હોતું નથી અને તે એઆરડીએસ (એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ) નામની ખતરનાક શ્વસન ઘટના તરફ દોરી શકે છે.

ડૉ. ઝાના જણાવ્યા મુજબ, એ નોંધવું અગત્યનું છે કે તીવ્ર ડિઓડોરન્ટ્સનું વારંવાર એક્સપોઝર એક વખતના એક્સપોઝર કરતાં વધુ ખતરનાક છે, જેઓને એલર્જી છે, તેના માટે એક એક્સપોઝર પણ જીવલેણ બની શકે છે.