Detox Water : વરિયાળીમાંથી બનાવો આ રીતે ડેટોક્સ વોટર, પાચનશક્તિમાં થશે સુધાર

May 20, 2024, 02:35 PM

ઓરડાના તાપમાને રહેલ હળવું ઠંડુ પાણી પીવાથી મેટાબોલિઝમ લેવલ વધારે છે. રેફ્રિજરેટરમાંથી ઠંડુ પાણી મેટાબોલિક રેટને ધીમું કરી શકે છે, જ્યારે માટલાનું પાણી મેટાબોલિઝમ લેવલ જાળવવામાં મદદ કરે છે.

પરંતુ અહીં ખાસ વરિયાળીના ડીટોક્સ વોટરની રેસીપી શેર કરી છે જે તમારું બોડી ડીટોક્સ કરવામાં મદદ કરશે અને શરીરના બિનજરૂરી તત્વોનો નિકાલ કરવામાં મદદ કરશે. આ રીતે બનાવો

''ડીટોક્સ વોટર'' રેસીપી

સામગ્રી : પાણી જરૂર મુજબ, વરિયાળી, જીરું, સૂકી કાળી દ્રાક્ષ, ગુલાબની પાંદડી, સાકર

''ડીટોક્સ વોટર'' રેસીપી

મેથડ : 2 ગ્લાસ પાણી લો. તેમાં 1 નાની ચમચી વરિયાળી, 1 નાની ચમચી જીરું, 10-12 સૂકી કાળી દ્રાક્ષ, 7-8 ગુલાબની પાંદડી, સાકરના થોડા ટુકડા બધું પાણીમાં પ્રોપર મિક્સ કરો.

''ડીટોક્સ વોટર'' રેસીપી

આ પાણીને 2-3 કલાક માટે રેફ્રિજરેટ કરો અને તમારી જરૂરિયાત મુજબ પીવો. જે તમારું બોડી ડીટોક્સ કરવામાં મદદ કરશે.

નોંધ : નાના બાળકો થી લઈને મોટી ઉંમર ના વડીલો બધા જ આ ડ્રિંક લઇ શકે છે. પરંતુ દરેક ના શરીર નો કોઠો અલગ અલગ હોય એટલે તમારા શરીરની પ્રકૃતિ અનુસાર તમારે આ પાણી પીવું.

Summer Drink : આમળામાંથી ઘરે બનાવો ફ્રેશ ''આમળા મોહિતો'' વાળ અને સ્કિનની વધારશે ચમક! જાણો રેસીપી