સેવ-ડુંગળીનું શાક ઘણા લોકોનું ફેવરિટ હોય છે. હોટલ, રેસ્ટોરન્ટ કે ઢાબા પર બનતા શાકનો ટેસ્ટ જોરદાર હોય છે.
જો તમે પણ ઢાબા સ્ટાઇલ સેવ-ડુંગળીનું શાક ઘરે બનાવવા માગતા હોય તો અમે તમને તેની રેસિપી જણાવી રહ્યાં છીએ.
ડુંગળી, સેવ, લાલ મરચું, ધાણા જીરુ, હિંગ, હળદર, મીઠો લીમડો, આખું જીરું, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ, રાઇ, લીંબુ નો રસ, ઝીણી કોથમીર, પાણી, આદુ લસણની પેસ્ટ, ગરમ મસાલો
સૌ પ્રથમ ડુંગળીની છાલ ઉતારી મીડિયમ સાઇઝ સમારી લો. સમારાઇ જાય પછી પાણીમાં નાખી લેવાની એટલે થોડી ઠંડી થાય.
એક વાટકી લો અને તેમાં લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને હળદર નાંખીને સારી રીતે મિક્સ કરી દો. હવે તેમાં થોડું પાણી નાંખીને મસાલાની પેસ્ટ તૈયાર કરી લો.
હવે એક કઢાઈમાં તેલ નાંખીને તેને ગેસ પર મુકો દો. તેલ ગરમ થઈ જાય તો તેમાં રાઈ અને જીરું નાંખીને તતડવા દો. પછી બાદ તેમાં એક ચપટી હીંગ નાંખીને સારી રીતે મિક્સ કરી દો. હવે તેમાં તૈયાર મસાલાની પેસ્ટ નાંખો અને થોડી વાર સાંતળો.
થોડીવાર પછી તેમાં બારીક સમારેલી ડુંગળી નાંખો અને સ્વાદ અનુસાર મીઠું નાંખીને કઢાઈને ઢાંકીને મિશ્રણને ચઢવા દો. જ્યારે ડુંગળી નરમ થઈ જાય તો મિશ્રણમાં દહીં નાંખીને 1-2 મિનિટ સુધી સાંતળો.
થોડા સમય પછી શાકની ગ્રેવી તેલ છોડવા લાગે પછી તેમાં હાથથી મસળીને કસૂરી મેથી નાંખો. તે બાદ ગરમ મસાલો અને અડધો કપ પાણી નાંખીને ગ્રેવીને કૂક થવા દો. તે બાદ જ્યારે ગ્રેવીમાંથી તેલ અલગ થવા લાગે તો તેમાં સેવ નાંખીને સારી રીતે મિક્સ કરો.
હવે કઢાઈને ઢાંકીને થોડીવાર શાકને કૂક થવા દો. થોડીવારમાં સેવ નરમ થઈ જશે. તે બાદ ગેસ બંધ કરી દો. ઢાબા સ્ટાઇલ કાઠીયાવાડી સેવ-ડુંગળીનું શાક તૈયાર થઇ જશે. તેને લીલા ધાણાથી ગાર્નિશ કરીને પરાઠા, ભાખરી, રોટલા કે રોટલી સાથે ગરમાગરમ સર્વ કરો.