250 ગ્રામ છીણેલું પનીર, 2 ચમચી તેલ, 2-3 સમારેલ લીલા મરચા, 2 સમારેલ ડુંગળી,1 ચમચી હિંગ, 1/2 ચમચી જીરું, 2 સમારેલ ટામેટા, 1/2 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 ચમચી લાલ મરચું પાઉડર, 1/2 ચમચી હળદર પાઉડર, 1 ચમચી ધાણા જીરું પાઉડર, 1/2 ચમચી ગરમ મસાલા, સ્વાદ અનુસાર મીઠું
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમાં જીરું, હિંગ, સમારેલ લીલા મરચા, ડુંગળી નાખો, ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.
ત્યારબાદ તેમાં સમારેલ ટામેટા, આદુ લસણની પેસ્ટ, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલા અને મીઠું નાખીને સારી રીતે મિક્ષ કરો.
હવે તેમાં છીણેલું પનીર નાખો અને સારી રીતે મિક્ષ કરો અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.