હોળી પર બનાવો ધાણી, મમરા અને ખજૂરનો ચટપટો ચેવડો

Mar 10, 2025, 02:37 PM

ધાણી, મમરા અને ખજૂરનો ચેવડો

હોળીના તહેવારના આડે થોડા દિવસો બાકી છે ત્યારે આ અવસર પણ ઘરના સભ્યો માટે એવી વાનગી બનાવવા માંગો છો જે સ્વાસ્થ્ય અને સ્વાદિષ્ટ બંને હોય.

ધાણી, મમરા અને ખજૂરનો ચેવડો

તો હોળી પર તમે જુવારની ધાણી, મમરા અને ખજૂરનો ચટપટો ચેવડો બનાવી શકો છો. આ ચેવડોના સ્વાદ ચટપટો હોવાથી સ્વાદિષ્ટ લાગશે.

ધાણી, મમરા અને ખજૂરનો ચેવડો

ધાણી, મમરા અને ખજૂરનો ચેવડો સ્વાદની સાથે હેલ્થ માટે પણ સારો છે. જુવાર, મમરા અને ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે.

સામગ્રી

ધાણી, મમરા અને ખજૂરનો ચટપટો ચેવડો બનાવવા માટે ધાણી, મમરા અને ખજૂર, શેકેલા ચણા, શેકેલી મોળી સિંગ, સાથે સાથે હળદર.

સામગ્રી

લાલ મચરું,ખાંડ પાઉડર, મીઠું, તેલ, આમચુર પાઉડર, ધાણા પાઉડર, જીરુ, સંચળ

ચેવડો બનાવવાની રીત

ધાણી, મમરા અને ખજૂરનો ચેવડો બનાવવા માટે સૌથી પહેલા એક કઢાઈમાં ધાણીને પાંચ-સાત મીનીટ માટે શેકી લો. ત્યાર બાદ મમરાને પણ એ જ રીતે શેકી લો.

ચેવડો બનાવવાની રીત

ત્યારબાદ ચેવડાનો મસાલો તૈયાર કરવા માટે ધાણા પાઉડર, જીરુ, લાલ મરાચું, મીઠું, સંચર, ખાંડ પાઉડર, આમચુર પાઉડર મીક્સ કરીને મીક્સરમાં ગ્રાઈન્ડ કરી લો.

ચેવડો બનાવવાની રીત

ત્યાર બાદ ગેસ પર એક કઢાઈમાં તેલ નાંખીને શેકેલા ચણા, ફોતરા વગરની મોળી સિંગને શેકો ત્યાર બાદ તેમાં ખજૂરના ટૂકડા નાંખીને મીક્સ કરો ત્યાર બાદ તેમાં ચેવડાનો મસાલો ઉમેરો અને શેકાવા દો.

ચેવડો બનાવવાની રીત

ત્યાર બાદ અલગ વઘારિયામાં તેલ લઈને હિંગ, મીઠા લિંમડાના પત્તા અને તૈયાર કરેલો ચેવડાનો મસાલાનો વઘાર તૈયાર કરીને મમરા અને ધાણીમાં મીક્સ કરી દો.

ચેવડો બનાવવાની રીત

ત્યાર બાદ મસાલા વાળા કરેલા ચણા અને સિંગના મિક્સને પણ ધાણી અને મમરામાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી દો આમ તૈયાર થઈ જશે ધાણી, મમરા ખજૂરનો ચટપટો ચેવડો.