Oct 16, 2025
ધનતેરસ પર ભગવાન કુબેર અને મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભોગમાં મહાલક્ષ્મીને સીતાફળ ચઢાવવામાં આવે છે.
આવી સ્થિતિમાં તમે ધનતેરસના પ્રસંગે આ ફળની ખીર બનાવી ભોગ અર્પણ કરી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
સીતાફળ, દૂધ, મખાના, ઘી, કાજુ, બદામ, એલાઇચી.
સીતાફળ ખીર બનાવવા માટે સીતાફળની છાલ ઉતારીને તેના બીજ કાઢીને પલ્પ કાઢી લો.
એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં કાપેલા કાજુ, બદામ અને મખાના નાખીને શેકીને અલગ લઇ લો.
એક કડાઇમાં દૂધ નાખો અને તેને ગેસ પર ધીમા તાપે ગરમ કરો. જ્યારે તે રંધાઇ જાય ત્યારે તેમાં ખાંડ અને એલાઇચી ઉમેરો.
જ્યારે દૂધ ઘટ્ટ થઇ જાય ત્યારે તેમાં સીતાફળના પલ્પ ઉમેરો. બધાને સારી રીતે મિક્સ કરો
આ પછી શેકેલા કાજુ, બદામ અને મખાના નાખો અને સારી રીતે હલાવીને મિક્સ કરી લો.
સીતાફળ ખીર તૈયાર થઇ જશે. તેને ઠંડી થવા દો. ત્યારબાદ મહાલક્ષ્મીને ભોગ ચડાવી શકો છો.