Oct 08, 2025

ઢોકળા ખાવા છે! આ 8 પ્રકારના ઢોકળા બનાવવાની જરૂર ટ્રાય કરો

Ajay Saroya

ઢોકળા રેસીપી

ઢોકળા ગુજરાતની પ્રખ્યાત વાનગી છે. ચણાના લોટ માંથી બનતા ઢોકળા પોચા અને સ્વાદિષ્ટ હોય છે, જે દરેકના ખાવા ગમે છે. ઢોકળા સવારે અને સાંજે નાસ્તામાં ખાવા માટે શ્રેષ્ઠ વાનગી છે.

Source: social-media

8 પ્રકારના ઢોકળા રેસીપી

જો તમે એક જ પ્રકારના ઢોકળા ખાઇને કંટાળી ગયા છો, તો અમે તમારા માટે 8 પ્રકારના ઢોકળાની રેસીપી લઇને આવ્યા છીએ.

Source: social-media

સેન્ડવિચ ઢોકળા

નાસ્તામાં સેન્ડવિચ ઢોકળા બનાવી શકાય છે. સેન્ડવિચ ઢોકળામાં 3 લેયર હોય છે. જેમા સૌથી નીચે ચોખા અને અડદ દાળના ખીરુંના લેયર હોય છે, પછી વચ્ચે લીલા મરચા અને ફુદાનાની ચટણી લગાડવામાં આવે છે ત્યાર પછી તેની ઉપર ફરી સફેદ ખીરું પાથરી, તેને બાફવામાં આવે છે. સેન્ડવિચ ઢોકળા દેખાવામાં અને ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ હોય છે.

Source: social-media

બીટરૂટ ઢોકળા

બીટ બધાએ ખાવું જોઈએ. ચોખાના ખીરામાં બીટની પેસ્ટ ઉમેરીને બીટ ઢોકળા બનાવવામાં આવે ચે. તેનાથી રંગ અને સ્વાદ બંને વધે છે.

Source: social-media

પનીર ઢોકળા

પનીર માટે પ્રોટીન મળે છે. જો તમે જીમ વર્કઆઉટ કરો છો, પ્રોટીન માટે પનીર ઢોકળા ઉત્તમ વાનગી બની શકે છે. ઢોકળાના ખીરામાં અને બાફતી વખતે તેની ઉપર છીણેલું પનીર ઉમેરવામાં આવે છે. ઉપરાંત ઢોકળા બફાઇ ગયા બાદ તેની ઉપર પણ છીણેલું પનીર ઉમેરી શકાય છે.

Source: social-media

ઇન્સ્ટન્ટ રવા ઢોકળા

સોજી એટલે કે રવા માંથી ઇન્સ્ટન્ટ સ્વાદિષ્ટ ઢોકળા બનાવી શકાય છો. આ ઢોકળા એકદમ સ્પોન્જી હોય છે. તેને બનાવવા માટે દહીં અને બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઢોકળા નારિયેળ ચટણી સાથે થાઇ શકાય છે.

Source: social-media

મગ દાળ ઢોકળા

મગ દાળ ઢોકળા પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. પાણીમાં આખી રાત મગ પલાળી રાખો, પછી તેનું ખીરું બનાવો. મગ સાથે ચોખાનો પણ ઉપયોગ કરી શકાય છે. આ ખીરા માંથી ઢોકળા બનાવો. મગ દાળ ઢોકળા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

Source: social-media

ચોખા અને અડદની દાળના ઢોકળા

રાતે પાણીમાં ચોખા અને અડદની દાળ પલાળી દો. સવારે તેનું ખીરું બનાવી લો. હવે સ્ટીમરમાં ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવો. આ ઢોકળા ગ્રીન ચટણી સાથે થાઇ શકાય છે.

Source: social-media

પાલક ઢોકળા

પાલક માંથી પણ ઢોકળા બનાવી શકાય છે. તે ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે. ચોખાના ખીરામાં પાલકની પેસ્ટ ઉમેરીને આ ઢોકળા બને છે. પાલક ઢોકળા ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે.

Source: social-media

ખમણ ઢોકળા

ખમણ ઢોકળા સામાન્ય રીતે દરેક ઘરમાં બનાવવામાં આવે છે. તે ચણાના લોટના ખીરા માંથી બને છે. સ્ટીમરમાં ખીરું બાફીને ઢોકળા બનાવવામાં આવે છે. આ ઢોકળા તળેલા લીલા મરચા સાથે સર્વ કરો.

Source: social-media

Source: social-media