કાઠિયાવાડી ઢોકળીનું શાક ખુબ જ ટેસ્ટી અને ચટાકેદાર બને છે. આ શાક તમે ઉનાળામાં ખાસ બનાવી શકો છો. ચલો જાણીએ ઢોકળીનું શાક કેવી રીતે બનાવાય?

May 17, 2024, 12:52 PM

ઢોકળીનું શાક બનાવવાની રીત

સૌપ્રથમ તમે એક કઢાઇમાં દહીં કે છાશ નાંખો. હવે તેમાં બધી સામ્રગ્રી મિક્સ કરો. પછી તેમાં ચણાનો લોટ નાંખો. હવે પછી આ મિશ્રણને ઝડપથી ગેસની ધીમી આંચ પર હલાવો.

ઢોકળીનું શાક રેસિપી

ખાસ વાત એ કે ઢોકળીને એકદમ સોફ્ટ બનાવવા માટે સોડાના બદલે તેલ નાંખવું

ઢોકળીનું શાક રેસિપી ગુજરાતી

આ પછી તમે બેટર સારી રીતે મિક્સ થઇ ગયા પછી તેને એક થાળીમાં પાથરીને વરાળ પર 10 મિનિટ સુધી બાફી લો

ઢોકળીનું શાક

ત્યાં સુધી તમે ઢોકળીના શાકનો તડકો લગાવી શકો છો. તે માટે એક કઢાઇમાં તેલ ગરમ કરવા મુકો

ઢોકળીનું શાક

તેલ આવી ગયા પછી સમારેલી ડુંગળી નાંખી તેને બદામી રંગ જેવી થાય ત્યાં સુધી ફેરવો. પછી તેમાં લસણ, મીઠો લીમડો, સમારેલા ટામેટા અને મરચું નાંખો

કાઠિયાવાડી ફેમસ સબ્જી

આને ધીમી આંચ પર નરમ પડી જાય ત્યાં સુધી ફેરવો. પછી તેમાં થોડી પાણી ઉમેરો અને ઢોકળી નાંખી દો.

ઢોકળીના શાકની આની સાથે બમણી મજા

ઢોકળીનું શાક ચટાકેદાર બનાવવા માટે તમે ઉપરથી થોડું દહીં નાંખી શકો છો. ઢોકળીના શાકની મજા તમે રોટલા, પરોઠા, રોટલી સાથે માણી શકો છો

જાણો આવી સુખડી ઘરે બનાવવાની રીત.