ઈલાયચી એવા મસાલામાંથી એક છે જેનો ઉપયોગ મોટાભગની ભારતીયો વાનગીમાં થાય છે. ઈલાયચી તેના ઘણા સ્વાસ્થ્ય ફાયદા માટે જાણીતી છે. અહીં જાણો ફાયદા
એલચી (Cardamom) બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે તે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓમાં ફાઈબ્રિનોજનના સ્તરો અને લોહીના લિપિડમાં ફેરફાર કર્યા વિના ફાઈબ્રિનોલિસિસ (લોહી ગંઠાઈ જવાની શરીરની કુદરતી પ્રક્રિયા) અને એન્ટીઑકિસડન્ટ સ્થિતિને પણ વધારી શકે છે.
ઓરડાના તાપમાને રહેલ હળવું ઠંડુ પાણી પીવાથી મેટાબોલિઝમ લેવલ વધારે છે. રેફ્રિજરેટરમાંથી ઠંડુ પાણી મેટાબોલિક રેટને ધીમું કરી શકે છે, જ્યારે માટલાનું પાણી મેટાબોલિઝમ લેવલ જાળવવામાં મદદ કરે છે.
મસાલામાં સિનેઓલ હોય છે જે એન્ટિમાઇક્રોબાયલ તરીકે કામ કરે છે જે ફેફસાંને અસર કરતા બેક્ટેરિયલ ચેપને દૂર રાખે છે. કાળી એલચી શ્વસન સંબંધી સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. નિયમિત દવા ઉપરાંત એલચીના ઉપયોગથી અસ્થમાના લક્ષણોમાં રાહત મળે છે.
છાતીમાં ફસાયેલ જિદ્દી કફની સાફ કરવામાં મદદ કરે છે જેથી શ્વાસ લેવામાં સરળતા રહે. તેમાં ફ્લેવોનોઈડ્સ છે જે તમારા ફેફસાંને લાંબા અને ઊંડા શ્વાસ લેવામાં મદદ કરે છે.
ઈલાયચીને ખીલ દૂર કરવામાં મદદ કરે છે. તે સ્કિન પરના જિદ્દી ડાઘ સ્પોટ દૂર કરે છે. તે સીબુમના પ્રવાહને કંટ્રોલ કરે છે અને તમામ ભરાયેલા છિદ્રોને સાફ કરે છે. સ્કિનની ખંજવાળ મટાડી સ્કિન નિખારવાનું કામ કરે છે.
એલચીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સને કારણે ફાટેલા હોઠ મટાડવામાં મદદ કરે છે. એલચીના તેલને લિપ બામમાં સુગંધ માટે અને હોઠને મુલાયમ બનાવવા માટે ઉમેરવામાં આવે છે.