તમારા આંતરડાને માફક આવે તેવો ખોરાક ખાવો ખુબજ જરૂરી છે. પરંતુ હેલ્થી ડાયટ ખુબજ મહત્વપૂર્ણ છે. તમે તમારા ભોજન પછી શું કરો છો તે પણ એટલુંજ મહત્વનું છે.
ડો. દીક્ષા આયુર્વેદ એક્સપર્ટએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી કે અમુક સામાન્ય ભૂલો આપણી ડાયજેશન સિસ્ટમ પર કેવી અસર કરે છે.
આયુર્વેદ અનુસાર એવું કહેવાય છે કે બધી પ્રવૃત્તિ કરવાનો કોઈ ચોક્કસ સમયગાળો હોય છે તે ટાઈમ પિરિયડની બહાર કરીએ તો તે આપણી બોડીને નુકશાન પહોંચાડી શકે છે. આયુર્વેદ અનુસાર કહેવાય છે કે, જમ્યા પછી તરત 2 કલાક સુધી નાહવા જવું જોઈએ નહિ.
જમ્યા પછી તરત ચાલવા જેવી શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ, તમે જમ્યાના થોડા સમય પછી ચાલી શકો છે તે ફાયદાકારક સાબિત થઇ શકે છે.
આયુર્વેદ અનુસાર એવું કહેવાય છે કે, બપોરનું ભોજન 12 તો 2 વાગ્યાની વચ્ચે લઇ લેવું જોઈએ.
ઘણા લોકોને ટેવ હોય છે કે તેઓ ડિનરમાં દહીં ખાય છે પરંતુ આયુર્વેદ અનુસાર એવું કહેવાય છે કે, રાત્રે જમવામાં દહીંનું સેવન ન કરવું જોઈએ.