1 કપ મેંદાનો લોટ, 1/2 કપ સોજી, કાળા મરીનો ભૂકો, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જીરું, 3 ચમચી ઘી
સૌ પ્રથમ એક મોટા વાસણમાં મેંદાનો લોટ, સોજી, ઘી, જીરું, મીઠું, કાળા મરીનો ભૂકો નાખીને મિક્ષ કરો.
હવે એમાં જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધો, કણક 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપો.
હવે એક મોટી કડાઈમાં તેલ ગરમ કરો, અને લોટમાંથી થોડી કણક લઈને પાતળી પુરી વણો.
બધી પુરી આ રીતે વણાઈ જાય એટલે ગરમ તેલમાં ડીપ ફ્રાય કરી લો.
બધી પૂરી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળો, થઇ જાય એટલે થોડી વાર માટે ઠંડી થવા દો અને એક એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરો.