1/4 કપ ક્રેનબેરી, 1/4 કપ છીણેલો માવો, 750 મિલી દૂધ (ઘટાડવા માટે), 5 થી 6 સેર કેસર, 1/2 ટીસ્પૂન ઈલાઈચી પાવડર, 5 થી 6 બ્રેડના ટુકડા
એક મોટું પેન ગરમ કરો, એમાં ક્રેનબેરી નાખો, એમાં માવો નાખીની મિક્ષ કરો. ત્યારબાદ એમાં ઈલાયચી પાઉડર નાખીને મિક્ષ કરો.
હવે બીજા પેનમાં દૂધ ગરમ કરો, કેસરની સેર અને તમારી ચોઈસ મુજબનું સ્વીટનર નાખો અને બરોબર મિક્ષ કરો.
હવે બ્રેડને ગોળ શેપમાં કટ કરી લો, એમાં સહેજ ક્રેનબેરી માવાનું સ્ટફિંગ ભરો, આમ બધી બ્રેડમાં સ્ટફિંગ ભરી લો.
હવે એક સર્વિંગ પ્લેટમાં રસમલાઈ મૂકીને એના પર તૈયાર કરેલ કેસરનું દૂધ નાખીને પિસ્તા અને ગુલાબની પાંખડીથી ગાર્નિશ કરીને સર્વ કરો.