100 ગ્રામ સૂકી કસ્તુરી મેથી, 1 બાઉલ ઘઉંનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી આદુ મરચાની પેસ્ટ, 1 ચમચી તલ, મોણ માટે થોડું તેલ, 1/2 ચમચી હળદર પાઉડર, જરૂર મુજબ પાણી
સૌ પ્રથમ એક મોટા વાસણમાં 100 ગ્રામ કસ્તુરી મેથી નાખો, એમાં સ્વાદ અનુસાર મીઠું નાખો.
ત્યારબાદ એમાં 1 ચમચી આદુ મરચાની પેસ્ટ, ચમચી તલ, મોણ માટે થોડું તેલ, 1/2 ચમચી હળદર પાઉડર નાખીને બધું મિક્ષ કરો.
હવે જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધીને કણક તૈયાર કરો, હવે લોટને થોડી વાર માટે રેસ્ટ આપો.
હવે કણક માંથી થોડો લોટ લઈએ પાતળી મોટી રોટલી વણો, એમાં છરીથી કટ કરીને શક્કરપારાનો આકાર આપો.
બધા સક્કરપારા થઇ જાય એટલે તેલ ગરમ કરીને તળી લો, બન્ને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલરના થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો, થઇ જાય એટલે એયર ટાઈટ કન્ટેન્ટરમાં ભરીને દીવાલી માટે ફરસાણ સ્ટોર કરો.