Mutter Ghughra Recipe | દિવાળી નાસ્તામાં મટર ઘૂઘરા રેસીપી ટ્રાય કરો

Oct 23, 2024, 04:21 PM

સામગ્રી :

1 બાઉલ બાફેલા વટાણા, 1-2 ચમચી તેલ, 1 ચમચી આદુની પેસ્ટ, 1/2 ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, 1 મોટા લીંબુનો રસ, મેંદાનો બાંધેલો લોટ, તળવા માટે તેલ

વટાણા ઘુઘરા રેસીપી

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં બાફેલા વટાણા કાઢો, હવે મિક્ષર ગ્રાઈન્ડરમાં તેને અધકચરા પીસી લો.

વટાણા ઘુઘરા રેસીપી

ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરો એમાં પીસેલા વટાણા નાખીને થોડી વાર માટે કુક કરો, હવે એમાં આદુ મરચાની પેસ્ટ અને ગરમ મસાલો ઉમેરો.

વટાણા ઘુઘરા રેસીપી

હવે જરૂર મુજબ મીઠું અને 1 લીંબુનો રસ ઉમેરો. બધું તૈયાર થઇ જાય એટલે એટલે થોડી વાર માટે આ મસાલો કુક થવા દો.

વટાણા ઘુઘરા રેસીપી

હવે મેંદાના બાંધેલા લોટમાંથી થોડી કણક લઈને તેની નાની રોટલી વણીને તૈયાર મસાલાનું સ્ટફિંગ ભરો અને ઘૂઘરાનો શેપ આપો.

વટાણા ઘુઘરા રેસીપી

બધા ઘુઘરામાં આ રીતે સ્ટફિંગ કરી લો અને કડાઈમાં તેલ ગરમ કરો અને બધા ઘૂઘરા સારી રીતે ડીપ ફ્રાય કરી લો.

વટાણા ઘુઘરા રેસીપી

બધા ઘૂઘરા થઇ જાય એટલે ગરમ ગરમ ઘૂઘરાને ચટણી સાથે સર્વ કરો, આ નાસ્તો દિવાળી દરમિયાન બનાવી શકો છો અને મહેમાનને ખવડાવી શકો છો.

Instant Rasmalai Recipe| ઇન્સ્ટન્ટ રસમલાઈ રેસીપી દિવાળી ભોજન