Oct 16, 2025
દિવાળી પર ઘરમાં ઘણા ફરસાણ બનાવવામાં આવે છે. આવામાં તમે ઘરે ચોરાફળી બનાવી શકો છો.
તમે ઘરે પણ બહાર દેવી ટેસ્ટી ચોળાફળી બનાવી શકો છો. અહીં ચોરાફળી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.
ચણાનો લોટ, અડદનો ઝીણો લોટ, તેલ, બેકિંગ સોડા, સંચળ પાઉડર, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો, મીઠું, પાણી.
એક મોટા બાઉલમાં ચણાનો લોટ, અડદનો લોટ અને બેકિંગ સોડા નાખીને બરાબર મિક્સ કરી લો.
આ પછી તેમાં મીઠું, તેલનું મોણ અને ગરમ પાણી નાખી લોટ બાંધો. લોટ થોડો કઠણ બાંધવાનો છે. લોટને થોડીવાર રાખી મુકવો.
આ પછી લોટમાંથી લુવો લઇને પાટલા પર રોટલીની જેમ વણી લેવો. આ પછી તેના ચપ્પાથી ચોરાફળી જેવા કટકા કરો.
બીજી તરફ ગેસ પર કડાઇમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં ચોરાફળીના કટકા તળવા નાખો. તે એકદમ બ્રાઉન થાય એટલે તેને ઝારાની મદદથી બહાર કાઢી લો.
આ સાથે જ તમારી એકદમ સોફ્ટ અને ક્રીસ્પી ચોરાફળી તૈયાર થઇ જશે. તેને એક વાસણમાં કાઢી લો.
આ પછી ચોરાફળી પર લાલ મરચું, સંચળ પાઉડર અને ચાટ મસાલો છાંટી લો.
ચોળાફળીને નાસ્તામાં ચટણી કે ચા સાથે સર્વ કરો. તેને ડબ્બામાં ભરી ઘણો સમય સુધી રાખી પણ શકો છો.