ડાયાબિટીસ પણ પણ ચિંતા કર્યા વગર ખાઓ મીઠાઈ, મલાઈ પિસ્તા રોલ્સ રેસીપી જાણો

Oct 14, 2025, 03:23 PM

દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી છે, દિવાળી પર્વ મીઠાઈઓ વગર અધૂરો છે પરંતુ ઘણા ડાયટિંગ કરતા અને ડાયાબિટીસના દર્દીઓ રેગ્યુલર ખાંડ વાળી મીઠાઈ ખાઈ સકતા નથી એવામાં તમે આ મલાઈ પિસ્તા રોલ્સ રેસીપી ઘરે બનાવી શકો છો.

અખરોટ સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે,ખજૂરનું સેવન શિયાળામાં ગુણકારી માનવામાં આવે છે તે ખાંડના બદલે ઉપયોગ કરી શકાય છે.

મલાઈ પિસ્તા રોલ્સ રેસીપી સામગ્રી

200 ગ્રામ પનીર, /4 કપ દૂધનો પાવડર, /4 કપ દૂધ, 1/4 ચમચી, ઈલાયચી પાવડર, 10 થી 12ના તાર કેસરના તાર, 1/4 કપ ગોળ, 1/4 કપ પિસ્તાનો ભૂકો

મલાઈ પિસ્તા રોલ્સ રેસીપી

સૌ પ્રથમ ગેસ ચાલુ કરો અને એક પેનમાં પનીરનો ભૂકો ઉમેરો અને ગરમ થાય એટલે 30 સેકન્ડ માટે કુક કરો.

મલાઈ પિસ્તા રોલ્સ રેસીપી

હવે પેનમાં દૂધનો પાવડર, દૂધ, ઈલાયચી પાવડર, કેસર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

મલાઈ પિસ્તા રોલ્સ રેસીપી

હવે મિશ્રણમાં સ્ટીવિયા અથવા ગોળ ઉમેરો. સારી રીતે મિક્સ કરો. ભેજ શોષાઈ જાય ત્યાં સુધી કુક કરતા રહો સતત હલાવતા રહો.

મલાઈ પિસ્તા રોલ્સ રેસીપી

તેને થોડું ઠંડુ થવા દો. પૂરતું ઠંડુ થયા પછી, તેને રોલમાં આકાર આપો, પિસ્તાના પાઉડરથી કોટ કરો અને સર્વ કરો.

દિવાળી સ્પેશિયલ રસગુલ્લા, અહીં જાણો રેસીપી