Oct 10, 2025
દિવાળીમાં દરેક ઘરમાં મીઠાઇ બને છે અથવા બહારથી લાવવામાં આવે છે. જો તમે નવું ટ્રાય કરવા માંગો છો તો ફેટ ફ્રી રસમલાઈ બનાવી શકો છો.
ફેટ ફ્રી હોવાથી બહુ ભારે પડશે નહીં. અહીં ફેટ ફ્રી રસમલાઈ રેસીપી જણાવી રહ્યા છીએ.
તાજું પનીર અથવા બે લિટર દૂધ, મલાઇ વગરનો દૂધનો પાઉડર, લીંબુનો રસ, ફેટ ફ્રી દહીં, ઝીણા સમારેલા બદામ અને પિસ્તા, ખાંડ, એલાઇચી પાઉડર, પાણી, કેસરના તાંતણા.
આ રસમલાઈ બનાવવા માટે પહેલા બે લિટર દૂધ ઉકાળો. હવે તેમાં થોડું દહીં અને લીંબુનો રસ ઉમેરો. તેને મધ્યમ તાપ પર થોડી વાર સુધી ઉકાળો.
ત્યારબાદ તૈયાર પનીરમાંથી પાણી સાથે કાઢી લો. તેને ક્લિન કપડામાં બાંધી આખી રાત છોડી દો. સવારે તેમાંથી જાડા બોલ બનાવો.
આ પછી એક પેનમાં પાણી અને ખાંડ નાખીને ઉકાળો. ત્યારબાદ તેમાં પનીરના ગોળા ઉમેરી લગભગ 15 મિનિટ સુધી ઉકાળો.
બીજી બાજુ પેનમાં દૂધમાં એક કપ ખાંડ ઉમેરો. તેમાં દૂધ પાવડર ઉમેરો અને અડધું થઇ જાય થાય ત્યાં સુધી ઉકાળો.
દૂધ પેનના તળિયે ચોંટી ન જાય તે માટે સતત હલાવતા રહો. થોડીવાર પછી ગેસ બંધ કરી દો.આ રીતે રસમલાઇ તૈયાર થઇ જશે.
તેમાં એલાઇચી પાવડર, બદામ-પિસ્તા અને કેસર ઉમેરીને સર્વ કરો.