Oct 13, 2025
1/2 કપ બાજરીનો લોટ, 1/2 કપ બેસન (વૈકલ્પિક), 2 ચમચી ઘી, એલચી પાવડર, જાયફળ પાવડર, સમારેલા ડ્રાયફ્રૂટ્સ અને થોડા શેકેલા ખસખસ, 3/4 કપ ગોળ
બાજરી ચુરમાના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ 1/2 કપ બાજરીનો લોટ, 1/2 કપ બેસન (વૈકલ્પિક) લો અને તેમાં 2 ચમચી ઘી ઉમેરો.
હવે તેને સારી રીતે મિક્સ કરો અને પાણી ઉમેરીને કડક કણક બાંધો.
ત્યારબાદ થોડીવાર માટે લોટને રેસ્ટ આપો અને પછી લોટના નાના બોલ બનાવો અને તેને પેનમાં ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી કુક કરો.
તેમાં ઓછામાં ઓછા 15 મિનિટ જેવું લાગશે, હવે તેને લગભગ ટુકડા કરી લો અને ૨-૩ મિનિટ માટે રેસ્ટ આપો.
હવે મિશ્રણને મિક્સરમાં પીસી લો અને તેને સોજી જેવા બરછટ પાવડરમાં પીસી લો.
આ મિશ્રણમાં ઈલાયચી પાવડર, જાયફળ પાવડર, સમારેલા ડ્રાયફ્રૂટ્સ અને થોડા શેકેલા ખસખસ ઉમેરો.
એક કઢાઈમાં 1/2 કપ ઘી અને 3/4 મો કપ ગોળ ઉમેરો, તેને ગોળ ઓગળે ત્યાં સુધી સારી રીતે કુક કરો.
તરત જ આ મિશ્રણને લાડુના મિશ્રણ પર રેડો અને બધું મિક્સ કરો, તેમાંથી લાડુ બનાવો અને આનંદ માણો!