Oct 07, 2025

દિવાળી પર ઘરે બનાવો કાજુ કતરી, બહાર જેવી સ્વાદીષ્ટ લાગશે

Ashish Goyal

કાજુ કતરી

કાજુ કતરી એક ટેસ્ટી અને બધાની ફેવરિટ મીઠાઇ છે. આ મીઠાઇ દિવાળીમાં ઘણી જોવા મળે છે.

Source: social-media

કાજુ કતરી ઘરે બનાવો

દિવાળીમાં બહાર કરતા ઘરની મીઠાઇ સ્વાસ્થ્ય માટે સારી રહે છે. અહીં કાજુ કતરી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.

Source: social-media

કાજુ કતરી સામગ્રી

કાજુ, ખાંડ, પાણી, ઘી, એલચી પાવડર, સિલ્વર વર્ક (વૈકલ્પિક).

Source: social-media

કાજુ કતરી બનાવનાવી રીત, સ્ટેપ 1

સૌ પ્રથમ કાજુને સારી રીતે ધોઈને સૂકવી લો. આ પછી તેને મિક્સરમાં નાખીને થોડા બરછટ પીસી લો, ધ્યાન રાખો કે પેસ્ટ બહુ ઝીણી ન હોય.

Source: social-media

સ્ટેપ 2

ચાસણી માટે એક કડાઈમાં પાણી અને ખાંડ નાખી મધ્યમ તાપ પર ગરમ કરો. જ્યારે ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય, પછી મિશ્રણને ઉકળવા દો. જ્યારે ઉકળ્યા પછી મિશ્રણ થોડું ઘટ્ટ અને ચીકણું થવા લાગે ત્યાં સુધી પકાવો.

Source: social-media

સ્ટેપ 3

આ પછી તેમાં કાજુની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેને થોડી મિનિટો સુધી રાંધો જ્યાં સુધી કાજુની પેસ્ટ એકદમ સારી રીતે મિક્સ ના થઇ જાય.

Source: social-media

સ્ટેપ 4

આ પછી તેમાં એલાઇચી પાવડર ઉમેરો અને સારી તેને ચમચાથી સતત હલાવો. મિશ્રણ જ્યાં સુધી ઘટ્ટ થઈ જાય અને એક મોટા ગઠ્ઠા જેવુ થવા લાગે ત્યાં સુધી પકાવો.

Source: social-media

સ્ટેપ 5

ગેસને બંધ કરી દો અને થોડીવાર માટે ઠંડુ થવા દો. એક થાળીની પાછળની બાજુ ઘી લગાવીને ચીકણી કરો. ઘી લગાવેલી સપાટી પર તૈયાર કરેલું મિશ્રણ નાખો.

Source: social-media

સ્ટેપ 6

જ્યારે તે થોડું ઠંડુ થાય ત્યારે તેને મનપસંદ આકારમાં કાપી લો. કાજુ કતરી પર સિલ્વર વર્ક લગાવીને સજાવો, તેનાથી તેનો લુક વધુ ખાસ બનશે.

Source: social-media

Source: social-media