Oct 09, 2025
દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. આ દરમિયાન મીઠાઇ બનાવવામાં આવે છે. તમે ઘરે મગસના લાડુ બનાવી શકો છો.
મગસના લાડુ બનાવવા એકદમ સરળ છે. અહીં તેની આસાન રેસીપી જણાવી રહ્યા છીએ.
ચણાનો કરકરો લોટ, દૂધ, બુરૂ ખાંડ, ઘી, બદામ, પિસ્તા, ઇલાયચીનો પાઉડર.
સૌપ્રથમ ગેસ પર એક કડાઈ મુકો અને તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
ચણાના લોટને ધીમા ગેસ પર બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો. સારી રીતે શેકાઇ જાય પછી તેમાં થોડું દૂધ નાખો.
આ પછી તેને ગેસ પરથી ઉતારી એક પ્લેટમાં કાઢી ઠરવા દો. ચણાનો લોટ ઠરી જાય પછી તેમાં ઇલાઇચીનો પાઉડર અને બૂરુ ખાંડ ઉમેરો.
આ પછી તેને સારી રીતે મિક્સ કરો. સારી રીતે મિશ્રણ થયા પછી તમારા માપ પ્રમાણે લાડુ વાળી દો.
આ લાડુ ઉપર તમે બદામ, પિસ્તા નાખી શકો છો. આ રીતે તમારા ટેસ્ટી મગસના લાડવા તૈયાર થઇ જશે.