Oct 13, 2025

મઠીયા રેસીપી, આવી રીતે એકદમ સ્વાદીષ્ટ બનશે

Ashish Goyal

દિવાળીમાં ફરસાણ બનાવો

દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. આ દરિમયાન ઘરોમાં ફરસાણ બનાવવામાં આવે છે. બધા ઘરોમાં મઠીયા પણ બને છે.

Source: social-media

ઘરે બનાવો

તમે બજાર જેવા જ સ્વાદીષ્ટ મઠીયા ઘરે બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

Source: social-media

મઠીયા રેસીપી સામગ્રી

મઠની દાળનો લોટ, અડદની દાળનો લોટ, પાપડ ખારો, તેલ, લાલ મરચું પાવડર, હળદર, અજમો, સફેદ મરી પાવડર, ઘી, ખાંડ, મીઠું, પાણી.

Source: social-media

મઠીયા બનાવવાની રીત, સ્ટેપ 1

એક કથરોટમાં મઠ અને અડદની દાળના લોટને ચાળીને બરાબર મિક્સ કરી દો. તેમાં લાલ મરચું પાવડર, હળદર, ઘી નાખી બરાબર મિક્સ કરી દો.

Source: social-media

સ્ટેપ 2

અડધો કપ હૂંફાળુ પાણી લઈ તેમાં પાપડ ખારો, મીઠું, ખાંડ, મરી પાવડર અને અજમો ઉમેરો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને મિક્સ કરતા રહો.

Source: social-media

સ્ટેપ 3

આ પાણીથી લોટ બાંધો. લોટને 10-20 મિનિટ સુધી બરાબર બાંધો. આથી લોટ સહેજ ખેંચાય તેવો બની જશે. જો લોટ ચીકણો થઈ જાય તો થોડા ટીપા તેલ ઉમેરી દેવું.

Source: social-media

સ્ટેપ 4

આ પછી લોટના લુવા પાડો અને એકદમ પાતળા વણી લો. મોટું કપડું લઈને પાતળા વણેલા લુવાને 1 થી 2 કલાક સૂકાવા દો. થોડા સૂકાઈ જાય પછી બીજી બાજુ પણ સૂકવી દો.

Source: social-media

સ્ટેપ 5

આ પછી ગેસ પર કડાઇમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય ત્યારે મઠીયા નાખો. તે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. આ પછી તેને બહાર કાઢી લો.

Source: social-media

સર્વ કરો

વારાફરતી બધા મઠીયાને તળીને એક મોટા વાસણમાં કાઢી લો. તમે તેના પર લાલ મરચાનો પાવડર અથવા તો મરીનો ભૂકો ભભરાવી શકો છો. તેને ચા સાથે સર્વ કરી શકો છો.

Source: social-media

Source: social-media