Oct 14, 2025
દિવાળીનો તહેવાર હવે થોડા દિવસોમાં આવી રહ્યો છે. આ પ્રસંગે ઘરે ઘણી મીઠાઇ અને ફરસાણ બને છે.
તમે ઘરે ટેસ્ટી મોહનથાળ બનાવી શકો છો. આ ખાઇને બધા તમારી પ્રશંસા કરશે. તેની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.
ચણાનો લોટ, ઘી, દૂધ, ઇલાયચી પાઉડર, ઝીણા સમારેલા ડ્રાય ફ્રૂટ્સ, ઓરેન્જ ફૂડ કલર, ખાંડ, સિલ્વર વર્ક.
મોહનથાળ બનાવવા માટે સૌથી પહેલા એક મોટા બાઉલમાં ચણાનો લોટ, ઘી અને દૂધ નાખીને સારી રીતે મિક્સ કરી દો. દાણેદાર થવા સુધી મસળતા રહો.
આ બેસનને એક મોટા કાણાવાળી ચાળણીમાં નાખીને ચાળી લો તે પછી બેસનને અલગ મૂકી દો.
હવે એક કડાઇમાં ઘી નાંખીને તેને મીડિયમ આંચ પર ગરમ કરો. જ્યારે ઘી ઓગળી જાય તો તેમાં બેસનનું તૈયાર મિશ્રણ નાખો અને ધીમી આંચે શેકો.
બેસન ગોલ્ડન બ્રાઉન થઇ જાય અને કડાઇ છોડવા ત્યારે બેસનમાં અડધો કપ દૂધ નાખીને મિક્સ કરો.
હવે બેસનને મિક્સ કરતાં રહો અને ત્યાં સુધી શેકો જ્યાં સુધી દૂધ બેસનમાં શોષાઇ ન જાય. તે બાદ બેસનને એક વાસણમાં કાઢી લો.
ચાસણી બનાવવા માટે એક કડાઇમાં ખાંડ અને અડધો કપ પાણી નાંખીને ઉકાળો. ધ્યાન રાખો કે એક તારની ચાસણી બનાવવાની છે. તે બાદ ચાસણીમાં ઓરેન્જ ફૂડ કલર નાખો અને મિક્સ કરો.
મિશ્રણને શેકેલા બેસનમાં નાખીને સારી રીતે મિક્સ કરો. જ્યારે બેસન સારી રીતે મિક્સ થઇ જાય તો આ મિશ્રણને ત્યાં સુધી શેકો જ્યાં સુધી તે કડાઇ ન છોડવા લાગે. તે બાદ મિશ્રણમાં ઇલાયચી પાઉડર નાખીને મિક્સ કરો.
હવે એક થાળીમાં ઘી લગાવી લો અને તેમાં તૈયાર મિશ્રણને નાખીને સારી રીતે ફેલાવી દો. આ રીતે તમારો સ્વાદીષ્ટ મોહનથાળ તૈયાર થઇ જશે.
મોહનથાળની ઉપર ડ્રાયફુટ્સ અને સિલ્વર વર્ક લગાવી ચોસલા પાડી દો. આ રીતે ટેસ્ટી મોહનથાળ તૈયાર થઇ જશે.
આ મોહનથાળ તમે એર ટાઇટ ડબ્બામાં ભરીને ઘણા દિવસ ખાઇ શકો છો