Oct 18, 2025
1 કપ ઘઉંનો લોટ, 1/4 કપ સુજી, 2 ટેબલસ્પૂન બેસન, 1 1/2 ટેબલસ્પૂન ઘી, ચપટી અજમા, સ્વાદ મુજબ મીઠું, 1/4 કપ પાણી (અથવા જરૂર પડે તો થોડું વધારે)
2 ડુંગળી, 2 ચમચી ઘી, 25 ગ્રામ સોયાબિન વડી, 1 ચમચી વરિયાળી, મીઠું સ્વાદ મુજબ, 1 ચમચી જીરું, 4-5 લસણની કળી, 3 લીલા મરચાંનો ભૂકો, 1 ચમચી લાલ મરચાંનો પાવડર, 1/2 ચમચી આમચુર પાવડર, ચપટી હળદર
સૌ પ્રથમ એક બાઉલમાં સોજી, ઘઉંનો લોટ, ચણાનો લોટ, થોડો મેંદો, મીઠું, અજમો વગેરે નાખીને બધું મિક્સ કરો અને લોટ બાંધો.
હવે એમાં જરૂર લાગે તો પાણી ઉમેરતા જાઓ અને લોટ બંધાય જાય એટલે તેને 25 મિનિટ માટે રેસ્ટ આપો.
હવે સ્ટફિંગ માટે તમે એક પેનમાં ઘી, વરિયાળી અને જીરું ઉમેરો, પછી લસણ અને મરચાંની પેસ્ટ 2 મિનિટ માટે સાંતળો.
હવે ડુંગળી ઉમેરો અને મધ્યમ તાપ પર બ્રાઉન અને કેરામેલાઇઝ થાય ત્યાં સુધી કુક કરો, આમાં સોયાબિનની વડીનેના ટુકડા(બાફીને, નિચોવીને ગ્રાઇન્ડ કરેલા) ઉમેરો.
બધા મસાલા ઉમેરો અને તેને 6-7 મિનિટ સુધી પાકવા દો, હવે કણકમાંથી એક મોટી રોટલી પાથરી લો અને કટોરીનો ઉપયોગ કરીને નાના રોટલીનો શેપ આપો.
હવે તૈયાર મસાલો ભરો અને કચોરીઓને ચુસ્તપણે બંધ કરો, પેનને 2 મિનિટ માટે ધીમા-મધ્યમ તાપ પર ગરમ કરો
દરેક પેનના બોક્સમાં થોડું ઘી ઉમેરો, કચોરી મૂકો અને ઉપર થોડું ઘી લગાવો, 10 મિનિટ જેવું કુક કરો. પલટાવો, ફરીથી 5 -10 મિનિટ ઢાંકી દો, ક્રિસ્પી થઇ જાય બન્ને સાઈડ એટલે તમારી કચોરી તૈયાર છે.