Oct 17, 2025
દિવાળીમાં ઘરે અવનવા ફરસાણ બને છે. તમે ઘરે સેવ બનાવવાનો ટ્રાય કરી શકો છો.
સેવની રેસીપી એકદમ સરળ છે અને તે બાળકોથી લઇને બધાને ભાવે છે. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
બેસન (ચણા નો લોટ), મરી પાઉડર , હીંગ, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, તેલ, મીઠું, પાણી.
સેવ બનાવવા માટે એક મોટી કથરોટમાં બેસનને ચાળણીથી ચાળી લો. તેમાં મરીનો પાઉડર, હીંગ, લાલ મરચું પાઉડર, હળદર, ગરમ તેલ અને મીઠું નાખીને બરાબર મિક્સ કરો.
તેમાં થોડી થોડી માત્રામાં પાણી નાખીને નરમ લોટ બાંધો. આ પછી સેવઈ મશીનમાં સૌથી પાતળા કાણાંવાળી જાળી લગાવો અને મશીનની અંદરની સપાટી પર તેલ લગાવો.
ત્યારબાદ બાંધેલા લોટને થોડો મશીનમાં ભરી દો અને તેનું ઢાંકણ કસીને બંધ કરી દો.
એક કડાઈમાં મધ્યમ આંચ પર તળવા માટે તેલ ગરમ કરો. મશીનને દબાવીને તેલમાં સેવ પાડો. સેવ પાડતી વખતે મશીનને જલેબી પાડતા હોય તેમ કડાઈની ઉપર ગોળ ગોળ ફેરવો.
સેવને મધ્યમ આંચ પર બંને બાજુ ક્રિસ્પી અને હલ્કી ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી તળો. તેને તેલમાંથી કાઢીને એક થાળીમાં મુકો.
તેને થોડી મિનિટ માટે ઠંડી થવા દો અને પછી સેવને ટુકડાઓમાં તોડીને હવાચુસ્ત ડબ્બામાં ભરો. જરુર પડે ત્યારે ખાઇ શકો છો.