Oct 11, 2025
2 કપ મેંદો, ચપટી મીઠું અને 3 ચમચી તેલ અથવા ઘી, 1/2 કપ પાણી, 1/2 કપ ખાંડ, 2-3 એલચી, થોડું કેસર
સૌ પ્રથમ એક મોટા વાસણમાં 2 કપ મેંદો, ચપટી મીઠું અને 3 ચમચી તેલ અથવા ઘી એકસાથે મિક્સ કરો,
બધું સારી રીતે મિક્ષ કરીને લોટ બાંધો જે થોડો કઠણ બાંધવો જેથી મઠરી થોડી ક્રિસ્પી બને.
હવે લોટને થોડી વાર માટે રેસ્ટ આપો અને એક કડાઈમાં પાણી ગરમ કરીને એમાં ખાંડ નાખો, ત્યારબાદ ઈલાયચી અને કેસર નાખીને ચાસણી તૈય્યાર કરો.
હવે ચાસણી 2 તાર વાળી થઇ જાય એટલે ગેસ બંધ કરો, અને તેને સાઈડ પર રાખો, હવે એક નાની વાટકીમાં થોડું ઘી લો એમાં 1 ચમચી મેંદો મિક્ષ કરો અને પેસ્ટ બનાવો.
હવે આ લોટ માંથી થોડો લોટ લઈને મોટી રોટલી વણો એના પર આ તૈયાર ઘી અને મેંદાની પેસ્ટ લગાવો અને વચ્ચેથી કાપા કરો અને ફરી ગોળ વાળીને થોડી વણી લો.
ત્યારબાદ તેલ ગરમ કરો, બધી મઠરી તૈયાર થઇ જાય એટલે બન્ને સાડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
હવે તૈયાર મઠરીને ઠંડી થવા દો, અને થોડીવાર બાદ તેને ખાંડની ચાસણીમાં બોળીને પિસ્તા અને ગુલાબની પાંખડીઓથી સજાવો અને સર્વ કરો.