શક્કરપારા રેસીપી, દિવાળીમાં ઘરે જ બનાવો

Oct 08, 2025, 08:54 PM

દિવાળી

દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. આ દરમિયાન બધા જ ઘરોમાં અલગ-અલગ ફરસાણ અને મીઠાઇઓ બને છે.

ઘરે બનાવો

તમે આ દરમિયાન શક્કરપારા બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે.

શક્કરપારા સામગ્રી

મેંદાનો લોટ, રવો, મીઠું, તેલ, દળેલી ખાંડ, ઘી, પાણી.

શક્કરપારા રેસીપી

સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાના લોટમાં રવો, મીઠું અને ઘી નું મોણ એડ કરી બરાબર મિક્સ કરો.

સ્ટેપ 2

એક તપેલીમાં પાણી લઇ ખાંડને તેમાં ઓગાળી લો. તે પાણીથી કઠણ લોટ બાંધી લો. આ પછી તેને એક કલાક ઢાંકીને રહેવા દો.

સ્ટેપ 3

હવે લોટમાંથી લુઓ લઇ મોટી જાડી રોટલી વણી લેવી. આ પછી તેને તમારા પસંદ પ્રમાણે પીઝા કટર અથવા ચપ્પાથી આકાર આપી કટ કરો.

સ્ટેપ 4

આ પછી એક પેનમાં ગેસ પર તેલ ગરમ કરવા મુકો. તેમાં શક્કરપારાના ટુકડા નાખો અને ધીમા તાપે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

સ્ટેપ 5

આ પછી તેને ઝારાથી બહાર કાઢી એક વાસણમાં લઇ લો. આ રીતે તમારા ટેસ્ટી શક્કરપારા તૈયાર થઇ જશે.

સર્વ કરો

તે ઠંડા પડે એટલે એરટાઇટ ડબ્બામાં ભરી લો. તે ગમે ત્યારે નાસ્તામાં ખાઇ શકો છો. તેને ચા સાથે સર્વ કરો.