મેથી મઠરી તેલમાં તળ્યા વગર બનાવો, બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ

Oct 14, 2025, 04:26 PM

દિવાળી ફરસાણ રેસીપી

દિવાળી તહેવારમાં ઘરે વિવિધ પકવાન બને છે. જો કે આજના સમયમાં લોકો તેલમાં તળેલા અને વધારે મસાલા વાળી ચીજ ખાવાનું ટાળે છે.

ઓઇલ ફ્રી મેથી મઠરી રેસીપી

અહીં તેલમાં વળ્યા વગર ઓછા મસાલામાં મેથી મઠરી બનાવવાની રેસીપી આપી છે. આ રીતે બનાવેલી બહાર ક્રિસ્પી અને અંદરથી નરમ મેથી મઠરી સવાર અને સાંજે ચા કોફી સાથે ખાઇ શકાય છે.

મેથી મઠરી બનાવવા માટે સામગ્રી

ઘઉંનો લોટ, સોજી, મેથીની ભાજી, ચણાનો લોટ, હળદર, સફેદ તલ, અજમો, હિંગ, લસણ, લીલા મરચા, તેલ, મીઠું સ્વાદ, બેકિંગ સોડા કે ઇનો

લોટ મિક્સ કરો

એક બાઉલમાં 2 કપ ઘઉંનો લોટ, 2 કપ ચણાનો લોટ અને 1 કપ સોજી ઉમેરો.

લોટમાં મસાલા ઉમેરો

પછી લોટમાં જરૂરિયાત મુજબ બધા મસાલા અને ઝીણી સમારેલી મેથી ભાજી ઉમેરો, મોણ માટે ઘી કે તેલ ગરમ નાંખો. હવે બધી સામગ્રી બરાબર મિક્સ કરો.

લોટ બાંધો

એક તપેલીમાં 1 ગ્લાસ પાણી ગરમ કરો, પછી તેના વડે મઠરીનો લોટ બાંધવો. ગરમ પાણી વડે લોટ બાંધવાથી એકદમ પોચો બને છે. લોટ બાંધીને 15 થી 20 મિનિટ સુધી મૂકી રાખો.

રોટલી વણવી

હવે લોટને બરાબર મસળો, પછી તેની સહેજ જાડી રોટલી વણો.

રોટલી કટ કરો

રોટલી માંથી કટર વડે ગોળ, ચોરસ કે લંબચોરસ નાની નાની મઠરી કટ કરો. મઠરી બનાવ્યા બાદ તેને સુકાવવી નહીં.

મઠરી ઓવનમાં શેકો

હવે એક ઓવન ટ્રેમાં બટર પેપર મૂકો. પછી તેમા મેથી મઠરી મૂકી ઓવનમાં 15 થી 20 મિનિટ સુધી બેક કરો.

મેથી મઠરી તૈયાર છે

મેથી મઠરી બંને બાજુથી બરાબર બેક થઇ છે કે નહીં ચેક કરો. મેથી મઠરી ઠંડી થયા બાદ તેને હવાચુસ્ત ડબામાં ભરી મૂકી દો. આ રીતે બનાવેલી મઠરી 10 દિવસ સુધી ફ્રેશ રહે છે.