Oct 18, 2025
દિવાળીનો તહેવાર મીઠાઈ અને નમકીન વગર અધુરો હોય છે. દિવાળીના તહેવારો પહેલા ગૃહિણીઓ નાસ્તા અને મીઠાઈ બનાવે છે.
ગૃહિણીઓ મોટા ભાગે નમકીનમાં, સેવો, ગાંઠિયા, શક્કરપારા, પુરી, ચેવડો સહિતની વસ્તુઓ બનાવતા હોય છે.
જો તમે પણ દિવાળીએ કંઈક નવો ચેવડો બનાવવા માંગતા હોવ તો પૌવામાંથી બનતો હરિયાળી ચેવડો બનાવી શકો છો.
જાડા પૌવા, લીલા ધાણા, મીઠા લિંમડાના પાન, સિંગદાણા, લીલો ફૂદીનો, આમચુર પાઉડર, કાજુના ટુકડા, લીલા મરચા, દળેલી ખાંડ,મીઠું.
સૌથી પહેલા સવા કપ જેટલા જાડા પૌવાને તેલમાં તળી લઈશું. ત્યાર બાદ સીંગદાણા અને કાજુના ટુકડા પણ તળી લઈશું.મીઠા લિંમડાના પાનને પણ તળી લઈશું.
હળિયાળી પેસ્ટ બનાવવા માટે 50 ગ્રામ લીલા ધાણાને તળી લઈશું. ત્યારબાદ લીલો ફૂદાનો અને લીલા મરચાને તળી લઈશું. ત્યારબાદ મીક્સર જારમાં લઈને પેસ્ટ બનાવી લઈશું.
હવે એક વાસણમાં તળેલા પૌવા, સિંગદાણા, કાજુ મીક્સ કરીશું. ત્યારબાદ બે ચમચી આમચુર પાઉડર, બે ચમચી દળેલી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મીક્સ કરીશું.
હવે મીક્સ સામગ્રીમાં હરિયાળી પેસ્ટ ઉમેરીશું અને હળવા હાથે મીક્સ કરીશું. ત્યારબાદ છેલ્લા મીઠા લીમડાના પાન ઉમેરી મીક્સ કરીશું. આમ હરિયાળી પૌવા ચેવડો તૈયાર.