Oct 16, 2025
દિવાળી મીઠાઈ વગર અધુરી છે. જોકે, દિવાળીના સમયે સુગર વાળી મીઠાઈઓ ખાઈને સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થાય છે.
દિવાળી ટાંણે બજારમાં ભેળસેરવાળી મીઠાઈઓ પણ મળે છે. જોકે, સ્વાસ્થ્ય અને દિવાળી બંને સુધારવા હોય તો એકવાર ઘરે ખજૂર લાડુ ટ્રાય કરો.
ખજૂર લાડુ બનાવવા એકદમ સરળ છે અને માત્ર ત્રણ વસ્તુમાંથી ફટાફટ બની જાય છે.
ખજૂર, ઘી, સિંગદાણા, તલ
સૌથી પહેલા એક પેનમાં એક ચમચી ઘી લઈને તલને હલકા બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. ત્યારબાદ અલગ કાઢીને ઠંડા થવા દો.
આ પેનમાં ફરી એક ચમચી ઘી લઈને ફોતરા વગરના સિંગદાણાને હલકા બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા. અને ડીશમાં કાઢીને ઠંડા થવા દો.
હવે એક મીક્સર જારમાં ઠળિયા કાઢેલી ખજૂર લો અને તેમાં શેકેલા સિંગદાણા નાંખી ગ્રાઈન્ડ કરો અને એક મીક્સર તૈયાર કરો.
આ મીક્સરને પ્લેટમાં કાઢીને હાથમાં ઘી લગાવીને નાના કદના લાડુ તૈયાર કરો અને પછી તેને શેકેલા તલમાં ફેરવીને કોટિંગ કરો. આમ તૈયાર છે તમારા ખજૂર લાડુ.