Oct 13, 2025
દિવાળીનો તહેવાર ગિફ્ટ અને મીઠાઈઓ વગર અધૂરો છે. લોકો પોતાના મિત્રો, સગા સંબંધીઓને મીઠાઈ કે ડ્રાયફ્રૂટ્સ ગિફ્ટ કરે છે.
જોકે, આ દિવાળીએ જો તમે પણ કોઈને ગિફ્ટ આપવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે કેસરિયા કાજુનો બેસ્ટ ઓપ્શન છે.
કેસરિયા કાજુ બનાવવા એકદમ સરળ છે અને ફટાફટ પણ બની જાય છે. અને ગિફ્ટને પણ વધારે રીચ બનાવે છે.
આખા કાજુ, ખાંડ, કેસરના વાળા, થોડા પિસ્તા, ગુલાબની સુકી પાંખડીઓ, પાણી
સૌથી પહેલા એક પેનમાં થોડુ પાણી લો અને તેમાં ખાંડ નાંખીને ગરમ કરો, ખાંડ પીગળી જાય ત્યારે તેમાં કેસરવાળું પાણી ઉંમરો.
ખાંડ ઓગળી જાય ત્યારે તેમાં થોડી ગુલાબની સુકી પાંખડીઓ અને ઝીણાં કાપેલા પીસ્તા ઉમેરો અને મીક્સ કરો. ચાસણી એક તારની બનાવવાની છે.
એક તારની ચાસણી તૈયાર થાય ત્યારે ગેસ બંધ કરીને ચાસણીમાં કાજુ ઉમેરો અને જ્યાં સુધી ચાસણી ક્રિસ્ટર રૂપમાં ન આવે ત્યા સુધી મીક્સ કરતા રહો.
કાજુ અને ચાસણી સારી રીતે મીક્સ થઈ જાય ત્યારે તેને એક પ્લેટમાં કાઢીને ઠંડા કરો. એકબીજા સાથે ચોંટેલા કાજુને હાથથી છૂટા પાડો. આમ તૈયાર થશે તમારા કેસરિયા કાજુ.