Diwali Sweet: દિવાળી મીઠાઈ ડ્રાયફ્રુટ ઓટ્સ ખજૂર બરફી

Oct 28, 2024, 10:59 AM

ડાયાબિટી દર્દી માટે દિવાળી મીઠાઈ

દિવાળીમાં મીઠાઈ ખાવાની નાના થી લઇ મોટી ઉંમરના વ્યક્તિને મજા પડે છે. જો કે બજારની મીઠાઈમાં ભેળસેળ થતી હોવાથી ડાયાબિટીસ દર્દીએ ડાયટની ખાસ કાળજી રાખવી પડે છે. અહીં ડાયાબિટીસ દર્દી માટે ખાસ ડ્રાયફ્રુટસ ઓટ્સ ખજુર બરફી મીઠાઈ બનાવવાની રેસીપી આપી છે.

ડ્રાયફ્રુટસ ઓટ્સ ખજૂર બરફી મીઠાઈ

ડ્રાયફ્રુટસ ઓટ્સ ખજૂર બરફી બનાવવાની સામગ્રી : સીડલેસ ખજૂર 500 ગ્રામ, ડ્રાયફુટ્સના ટુકડા 300 ગ્રામ, શક્કર ટેટી અને પમ્પકીન સીડ્સ 2 ચમચી, કોપરાની છીણ 2 કપ, રોસ્ટેડ ઓટ્સ નો લોટ 1 કપ, ખસખસ 1/4 કપ, શુદ્ધ ઘી અને દૂધ જરુર મુજબ

ડ્રાયફ્રુટસ ઓટ્સ ખજૂર મીઠાઈ રેસીપી

ડ્રાયફૂટ્સના ટુકડા 1 પેનમાં ઘી નાંખી સહેજ શેકી લો. ત્યારબાદ ખસખસ અને કોપરાની છીણ પણ સહેજ શેકી લો.

ડ્રાયફ્રુટસ ઓટ્સ ખજૂર મીઠાઈ રેસીપી

હવે એક કઢાઇમાં ઘી ગરમો અને તેમા ખજૂર નાંખો, ખજૂર એકદમ નરમ અને એકરસ થાય ત્યાં સુધી શેકો.

ડ્રાયફ્રુટસ ઓટ્સ ખજૂર મીઠાઈ રેસીપી

હવે કઢાઈ ગેસ પરથી નીચે ઉતારી તેમા ડ્રાયફૂટ્સના ટુકડા, ખસખસ, કોપરાની છીણ અને રોસ્ટેડ ઓટ્સ મિક્સ નાંખી બધી સામગ્રી બરાબર મિક્સ કરી તેને એક થાળી કે પ્લેટમાં ઘી લગાવી પાથરી દો.

ડ્રાયફ્રુટસ ઓટ્સ ખજૂર બરફી રેસીપી

મીઠાઈ સહેજ ઠંડી થાય બાદ કટર વડે ચોરસ કે લંબચોરસ આકારમાં કટ કરી એક એરટાઈપ ડબ્બામાં પેક કરી લો.

ડ્રાયફ્રુટસ ઓટ્સ ખજૂર બરફી રેસીપી

ડાયાબિટીસ દર્દી આ સુગર ફ્રી ડ્રાયફુટસ ઓટ્સ ખજૂર બરફી ચિંતાવગર ખાઇ શકે છે.