Oct 13, 2025

દિવાળી પર ઘુઘરા બહારથી ખસતા અને અંદરથી મીઠા બનશે, નોંઘી લો રેસીપી

Ajay Saroya

દિવાળી મીઠાઇ રેસીપી

દિવાળીના તહેવારમાં ઘરે વિવિધ મીઠાઇ, ફરસાણ બનાવવામાં આવે છે. જો તમે મીઠાઇ બનાવવવાનું વિચારી રહ્યા છો તો ઘુઘરા ઉત્તમ વિકલ્પ છે.

Source: social-media

મીઠા ઘુઘરા રેસીપી

ઘુઘરા ભારતની પ્રખ્યાત મીઠાઇ છે. ઘુઘરા વિવિધ પ્રકારના બને છે, જેમા સોજીના ઘુઘરા, માવાના ઘુઘરા, તીખા ઘુઘરા બનાવી શકાય છે. અહીં મીઠા ઘુઘરા બનાવવાની સરળ રીત જણાવી છે.

Source: social-media

ઘુઘરા બનાવવા માટે સામગ્રી

મેંદો, સોજી, ઘી, ખાંડ બુરુ, એલચી પાઉડ, ડ્રાયફુટ્સ, કોપરાની છીણ

Source: social-media

ઘીમાં સોજી શેકો

સૌથી પહેલા ઘુઘરામાં સ્ટફિંગ માટે મસાલો તૈયાર કરો. ગેસ ચાલુ કરી એક કઢાઇમાં ઘી ગરમ કરો.

Source: social-media

ઘુઘરાનું સ્ટફિંગ તૈયાર કરો

હવે ઘીમાં સોજી શેકો. ગેસ પર મીડિયમ તાપે સોજી સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી. સોજી શેકાય ગયા બાદ તેને ઠંડી થવા દો. ત્યાર પછી ખાંડ બુરુ, એલચી પાઉડર, કોપરાની છીણ અને ડ્રાયફુટ્સના ટુકડા ઉમેરો.

Source: social-media

મેંદાનો લોટ બાંધો

એક મોટા વાસણમાં મેંદાનો લોટ લો. લોટ બાંધવાની પહેલા લોટ ચાળી લો. પછી ગરમ ઘીનું મોણ ઉમેરો. હવે તેમા પાણી ઉમેરી નરમ લોટ બાંધો. લોટ બાંધ્યા બાદ તેને 10 થી 15 મિનિટ રાખી મૂકો.

Source: social-media

મેંદાના લોટની પુરી બનાવો

હવે મેંદાના લોટ માંથી મધ્યમ કદની ગોળ પુરી બનાવો.

Source: social-media

ઘુઘરામાં સ્ટફિંગ કરો

ગોળ પુરીની વચ્ચે સોજીના માવાનું સ્ટફિંગ કરો. પછી પુરીને વચ્ચેથી વાળી લો. બજારમાં ઘુઘરા બનાવવાના બીબાં મળે છે. તેના વડે સરળતાથી ઘુઘરા બનાવી શકાય છે. ઘુઘરા બનાવતી વખતે તેને કપડાથી ઢાંકી રાખો.

Source: social-media

ઘુઘરા ઘીમાં તળો

એક કઢાઇમાં ઘી ગરમ કરો, પછી મધ્યમ તાપે ઘુઘરા તળો. ઘુઘરા સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. ઘુઘરાને તળ્યા બાદ હવાચુસ્ત ડબામાં ભરીને રાખી મૂકો.

Source: social-media

ઘુઘરા વડે મોં મીઠું કરાવો

દિવાળીમાં મહેમાનોનું ઘુઘરા વડે મોં મીઠું કરાવો. આ રીતે ઘરે બનાવેલા ઘુઘરા 8 થી 10 દિવસ સુધી ફ્રેશ રહે છે.

Source: social-media

Source: social-media