દિવાળી પર મીઠાઈમાં નાનખટાઈ ખાવાની મજા પડે છે. જો કે બજારમાં વેચાતી મીઠાઈ સ્વાસ્થ્યને નુકસાન કરે છે. અહીં ઓવન વગર કૂકરમાં નાનખટાઈ બનાવવાની રેસીપી જણાવવામાં આવી છે.
મેંદો 2 કપ, સોજી 2 કપ, બેંકિગ સોડા 1/4, ચપટી મીઠું, ઘી કે બટર અડધો કપ, ખાંડ બુરુ અડધો કપ, એલચી પાઉડર અડધી ચમચી, પીસ્તાના ટુકડા
નાનખટાઈ બનાવવા માટે એક બાઉલમાં ઘી કે બટર અને ખાંડ બુરું નાંખી બરાબર મિક્સ કરો. આ બધી સામગ્રી બ્લેન્ડર કે વાયર વ્હિસ્કથી નરમ થાય ત્યાં સુધી હલાવો.
હવે તેમા મેંદો, સોજી, બેંકિંગ સોડા,ચપટી મીઠું અને એચલી પાઉડર બરાબર મિક્સ કરો અને નરમ કણક બનાવો. આ લોટમાંથી તમારી મનપસંદ સાઇઝની નાની નાની નાનખટાઈ બનાવો.
હવે એક જાડા તળિયાવાળું એલ્યુમિનિયમ પ્રેશર કૂકર લેવું. તેમાં 2 ઇંચ ઇંચ ઇંચાઇ સુધી મીઠું કે રેતી ભરી તેને ગેસ પર 5 મિનિટ સુધી ગરમ થવા થવા દો. એક વાતનું ધ્યાન રાખ કો કૂકરના ઢાંકણની સીટી અને રિંગ બને કાઢી લેવા.
હવે કૂકરની અંદર નાન ખટાઈની ડિશ મૂકો અને ઢાંકણા વડે ઢાંકી દો. નાન ખડાઈ ધીમા તાપે 15 મિનિટ સુધી બેક કરો. 15 મિનિટ બાદ નાન ખટાઈને ચેક કરો. જો જરૂર લાગે તો હજી થોડીક વાર બેક કરો.