Oct 06, 2025
સોન પાપડી પ્રખ્યાત મીઠાઇ છે. દિવાળીના તહેવારમાં ઘણા લોકો મહેમાનો માટે સોન પાપડી ખરીદે છે.
સોન પાપડી, ચણાનો લોટ, ઘી અને ખાંડની ચાસણી માંથી બને છે. તેનો મીઠો અને કરકરો સ્વાદ બધાને ગમે છે. ચાલો જાણીયે ઘરે સોન પાપડી બનાવવાની સરળ રીત.
મેંદો, ચણાનો લોટ, ખાંટ, ઘી, દૂધ, એલચી પાઉડર, ડ્રાયફ્રૂટ્સ
સોન પાપડી બનાવવા માટે સૌથી પહેલા એક કઢાઇમાં ઘી ગરમ કરો.
હવે તેમા મેંદો અને ચણાનો લોટ શેકો. આ લોટનો કલર સહેજ બ્રાઉન થયા પછી ગેસ બંધ કરી દો. આ લોટને ઠંડું થવા દો.
સોન પાપડીની ચાસણી બનાવવા માટે એક ઉંડા વાસણમાં દૂધ, ખાંડ અને પાણી ઉકાળો. ખાંડની એક તારની ચાસણી તૈયાર કરો. ચાસણીને સહેજ
એક થાળીમાં ઘી લગાવો, તેમા ગરમ ચાસણી રેડો, તેને સહેજ ઠંડી થવા દો. ચાસણીને બહુ ઠંડી થવા ન દેવી, નહીત્તર સોન પાપડીના તાર બનશે નહીં.
હવે ચારણીમાં શેકેલો મેંદો અને ચણાનો લોટ ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો.
હવે બે હાથ વડે ચાસણીને ખેંચીને તાર બનાવો. આ પ્રક્રિયા 10 થી 12 વખત કરો, આમ કરવાથી સોન પાપડીના પાતળા તાર બની જશે.
સોન પાપડી બન્યા બાદ તેને તેને એક ચોરસ કે ગોળ વાસણમાં મૂકો. પછી વેલણ ફેરવી સોન પાપડીને એક સમાન બનાવો. કટર વડે સોન પાપડીના ચોરસ ટુકડા કટ કરી દો.
સોન પાપડીને હવે સેટ થવા દો. તેના પર ડ્રાયફુટ્સના ટુકડા ઉમેરી ગાર્નિશિંગ કરો. દિવાળીમાં મહેમાનોને ઘરે બનાવેલી સોન પાપડી સર્વ કરો.